<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગણેશ જાડેજા સામે દલિત સમાજે બાયો ચડાવી :આંદોલનની ચીમકી

અનુસુચિત જાતીના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકીએ જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશ ગઢ ખાતે લઈ જઈ કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ ભોગ બનનારે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો

   હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે અનુસુચિત જાતીના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ તકે આ તમામ લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જો 6 જૂન સુધીમાં જવાબદારોની અટકાયત કરવામાં નહીં આવે તો રાજ્યના દરેક જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે.

   ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય  જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઈમલાઈટમાં હતા. હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક  ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  મળતી માહિતી અનુસાર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગણેશ ગોંડલ અને તેની ટોળ સામે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

( IST)