<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

જામકંડોરણાના ખેડૂત અંધશ્રધ્ધાના નામે ૧૩ લાખનો ચુનો લગાવનાર ૪ શખ્‍સો ઝડપાયા

મદારી ગેંગના હોવાનું સામે આવ્‍યુઃ હજુ ૪ શખસો ફરારઃ આરોપી પાસે થી રોકડ 4.60 લાખ, 7 ફોન અને કાર મળી 6.19 લાખની મતા જપ્ત

રાજકોટના જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયાએ બાવા સાધુ, ગુરૂજી, ગુરૂ-શિષ્ય, જીતુભા, જીતુભા સાથે ધુપના પૈસા લેવાં આવતો અજાણ્યો માણસ તપાસમાં ખુલે તેની સામે 13 લાખની છેતરપછંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ચારેક મહિના પહેલાં એક વાદી બાવા સાધુના વેશમાં દક્ષીણા માંગવા આવેલ અને તેનો મોબાઇલ નંબર આપીને ગયા બાદમાં ફોન કરી તને માતાજી પ્રસન્ન થયા છે, તમારી પાસે જૂના રૂપિયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે. તારી જમીનમાં પણ પુષ્કળ માયા છે કહી વાંકાનેર વિધી કર્યા બાદ 5 લાખનું ધુપ આપતા ઘરે આવ્યો હતો. ગુરૂજીએ ફોન કરી ધુપમાંથી બે ટીપા જમીનમાં પાડો અને પાંચ ટીપા આધ્યાશકિત માના નામના પાડો આમ કહેતા ચુંદડીમાંથી શીશી કાઢતા શીશી તુટી જતા ગુરૂજીને ફોન કરતા માતાજી બહુ જ ક્રોધિત થયા છે. હવે બીજુ 25 તોલા ધૂપ લાવવું પડશે તેમ કહેતા મિત્ર પાસેથી 6 લાખ તથા 2 લાખની લોન લઈ વાંકાનેર રફાળા રોડ ઉપર જીતુભા તથા એક ભાઈને 7.75 લાખ આપતા જીતુભાએ એક પેટી આપી હતી અને કહેલ કે તમારૂ કામ થઈ ગયું છે. આ પેટીમાં રૂપીયા છે ખોલતા નહીં ઘરે રાખી દેજો જેથી પેટી લઈ ઘરે રાખી દીધી હતી.

 

ફરી ગુરૂજીએ ફોન કરી માતાજી ક્રોધિત થયા છે તમારા કામ માટે માનતા નથી. તમારે પાછો ધૂપ લેવું પડશે તેમ કહેતા મારી પાસે પૈસા નથી તેમ કહી પેટી ખોલતા તેમાં પસ્તી તથા નકલી નોટો મળી હોવાનું જણાવતા PSI વી. એમ. ડોડીયા અને ટીમે મદારી ગેંગના મકનસરના જાલમનાથ રાજુનાથ પઢીયાર, જોગનાથ રાજુનાથ પઢીયાર, જામનગરના દરેડના પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર અને ઝવેરનાથ રાજુનાથ પઢીયારને ઝડપી લઈ રોકડ 4.60 લાખ, 7 ફોન અને કાર મળી 6.19 લાખની મતા જપ્ત કરી ખીરસરાના જાલમનાથ શંભુનાથ પઢીયાર, સાગરનાથ બાબુનાથ ભાટી, ભોજપરાના આસમનાથ બકાનાથ પરમાર કરહે અને માનસરના પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયાની શોધખોળ હાથ ધરી છે.

(11:18 AM IST)