તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ભાવનગરમાં ગરમી 3 ડિગ્રી ઘટી :તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને રાહત:32 કિમી ની ઝડપે પવન ફૂંકાયો
ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે

ભાવનગરમાં 32 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો. તેજ પવન ઉકાતા અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાય હતી.
ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 3 ડીગ્રી ઘટીને 37.5 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 54% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 32 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
