<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

જામનગરમાં ક્ષત્રિય આંદોલનથી ભાજપના ગઢમાં ગાબડું પડશે ?:એક્ઝિટ પોલના આંકડાએ માડમની ચિંતા વધારી

ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે.

અમદાવાદ :લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. આ વખતે કોની સરકાર છે તે અંગે પણ અટકળોનો દોર શરૂ થયો છે. કોણ હારશે અને કોણ જીતશે? કોનો કિલ્લો મજબુત બનશે અને કોના ગઢમાં ગાબડું પડશે? આ તમામ અટકળો અને આ તમામ પ્રશ્નોના જવાબ એક્ઝિટ પોલઆ આંકડા પરથી મેળવવા પ્રયાસ કરાયો છે, જેમાં ગુજરાતમાં ચાર એક્ઝિટ પોલના આંકડા કહે છે કે જેમાં 26 માંથી 1 સીટ કોંગ્રેસને મળી રહે છે. 

આ વખતે ગુજરાતની સૌથી વધુ ચર્ચિત બેઠકમાં રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય આંદોલનની જ્વાળા ભળકી હતી. તો શું હવે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ક્ષત્રિય આંદોલન અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાના કારણે જામનગરમાં ભાજપનો અભેદ કિલ્લો તૂટશે? ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે તો એટલા માટે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું.         

(7:43 PM IST)