તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
કચ્છીભાષાના મર્મજ્ઞ સાહિત્યકાર ગૌતમ જોશી લિખિત વાર્તા સંગ્રહ સાટા પતાસાનું વિમોચન
વર્ષોથી કચ્છી ભાષામાં સર્જન કરનાર ગૌતમ જોશીનું સળંગ ૪૦ મું કચ્છી પુસ્તક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : તાજેતરમાં જાયન્ટસ હોલ ભુજ ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ અને કચ્છી સાહિત્ય મંડળ ના સંયુક્ત ઉપક્રમે કચ્છી ભાષાના મર્મજ્ઞ સાહિત્યકાર ગૌતમભાઈ જોષી ના ૪૦મા પુસ્તક 'સાટા પતાસા'નુ વિમોચન શહેરના લબ્ધપ્રતિષ્ઠિત કવિઓ, સાહિત્યકારો અને સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જાયન્ટસ ગ્રુપ ભુજ ના પ્રમુખ અરૂણકુમાર જોષી અને મુખ્ય મહેમાન તરીકે કચ્છમિત્ર દૈનિક ના તંત્રી દિપકભાઈ માંકડ ઉપસ્થિત રહ્યા હતા.જયારે અતિથિવિશેષ તરીકે સામાજિક અગ્રણી જોરાવરસિંહજી રાઠોડ, કાન્તીભાઈ ગોર 'કારણ'(પૂર્વ કુલપતિ કચ્છ યુનિવર્સિટી), લાલજી મેવાડા (સ્વપ્ન) સ્થાપક કચ્છી સાહિત્ય મંડળ અને ડો.મધુકાત આચાર્ય (સંયોજક અને ભુતપૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી) રહ્યા હતા.
પુસ્તક નું વિમોચન મુખ્ય મહેમાન દિપકભાઈ માંકડે અન્ય મહાનુભાવો સાથે મળીને કરેલ હતું.
પધારેલા તમામ મહાનુભાવો નું શાલ વડે સન્માન જાયન્ટસ ગ્રુપ મંત્રી અભિલાષ મહેતા, ખજાનચી હરીલાલ યાદવ, બીપીનભાઈ ઠક્કર, વિનોદભાઈ ગોર, પ્રદીપભાઇ જોષી, અશોકભાઈ માંડલિયા અને હેમંતભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતું.
પ્રાસંગિક ઉદબોધન માં અરૂણભાઈ જોષી એ જાયન્ટસની સેવા પ્રવૃતિઓનો ખ્યાલ આપેલ અને એક સારા કાર્ય માં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કરેલ.કચ્છી સાહિત્ય મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મેવાડા સ્વપ્નએ કચ્છી સાહિત્ય ને પ્રોત્સાહન રૂપ આવા કાર્યક્રમો જરૂરી હોવાનું જણાવેલ હતું. કચ્છમિત્ર દૈનિક ના તંત્રી દિપકભાઈ માંકડે ગૌતમભાઈ જોષી ના સાહિત્ય જગતના લાંબા પ્રોત્સાહન ને બિરદાવેલ અને જાયન્ટસ ની સેવા પ્રવૃતિ સમાજ માટે રાહતરૂપ હોવાનું જણાવેલ.
પુસ્તક નો રસાસ્વાદ કાન્તીભાઈ ગોર 'કારણ',ડો.મધુકાનત આચાર્ય એ કરાવેલ અને એક સરસ પુસ્તક સમાજ ને ભેટ મળે છે એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરેલ.શ્રી કાન્તીભાઈ ગોરે ગૌતમભાઈ ના સાહિત્યમાં સંશોધન માટે મટીરિયલ નો ખજાનો પડેલ હોવાનું જણાવી તેનો યુવાનો એ લાભ લેવા જણાવેલ.ડો.આચાયૅ દ્વારા સાટા પતાસા માં ટુંકી વાર્તા વિશે જાણકારી આપી જણાવેલ કે લેખક નું આ ૧૧મુ વાર્તાસંગ્રહ છે જેમાં ૩૫ ટુંકી વાર્તાઓ નો રસથાળ પીરસવામાં આવેલ છે અને કચ્છી સાહિત્યકાર ના સુંદર વાર્તા ઓનાં સર્જન બદલ લેખક ને અભિનંદન આપેલ હતા.
અતિથિવિશેષ શ્રી જોરાવરસિંહ રાઠોડ, લાલજીભાઈ મેવાડા એ પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય આપી અને આવનારી પેઢીને આ સંગ્રહ પ્રેરણાદાયક હોવાનું જણાવેલ.
કાર્યક્રમમાં શહેરના સાહિત્ય રસિક ઝવેરીલાલ સોનેજી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કમળાબહેન ઠક્કર, નુતનબેન મહેતા, પુષ્પાબહેન વૈધ, દિલીપભાઈ આચાર્ય, જગદીશ ગોર' શરમાળ" અને રમીલાબેન મહેતા તથા સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બીપીનભાઈ ઠક્કર,વિનોદભાઈ ગોર, પ્રદીપભાઈ જોષી, અભિલાષ મહેતા, હરિલાલ યાદવ અને મહેશ ભાઈ સોમપુરા એ જહેમત ઉઠાવેલ.જાયનટસ સેન્ટ્રલ કમિટી મેમ્બર નિષદભાઈ મહેતા ખાસ હાજર રહ્યા હતા.સમગ કાર્યક્રમ નું સંચાલન શ્રી શંકરભાઈ નાકર દ્વારા કરવામાં આવેલ. વિનોદભાઈ ચૌહાણ દ્વારા આભાર વિધિ કરાઇ હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
