<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગોંડલમાં અસ્‍માબેને ઝેર પીધું

રિસામણેથી પરત આવતાં પતિ સહિતે માથાકુટ કરતાં પગલુ ભર્યાનું કથનઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૩: ગોંડલમાં મોવૈયા રોડ પર લાદીના કારખાનાવાળા મકાનમાં રહેતી અસ્‍માબેન ઇરફાન મુલ્લા (ઉ.વ.૩૪) નામની મહિલાએ રાતે સાડા દસેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે ગોંડલ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

અસ્‍માબેનના લગ્ન પંદર વર્ષ પહેલા થયા છે, સંતાનમાં એક પુત્ર છે. અસ્‍માબેનના માવતર જામનગર રહે છે. તેના કહેવા મુજબ પોતે ત્રણેક માસથી રિસામણે હતી. તેના પતિ સહિતના લોકો ગોંડલના વાસાવડમાં રહે છે અને પતિ પાન-બીડીનો વેપાર કરે છે. તેણીને વાસાવડ રહેવું ન હોઇ તે બાબતે ચડભડ થતાં પોતે રિસામણે જતી રહી હતી હતી. ગઇકાલે ગોંડલના બંધ મકાને આવી પોતે અંદર જતી રહી હોઇ તેની જાણ થતાં પતિ સહિતે વાસાવડથી આવી ઝઘડો કરતાં પોતે દવા પી ગઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 AM IST)