News of Monday, 3rd June 2024
વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક લઘુશંકા કરવા ઉભા રહેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩ :.. વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક ટ્રક ચાલક આઘેડ લઘુશંકા કરવા ઉતરેલ હોય, જેને અચાનક હાર્ટ એટેક આવી જતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નેશનલ હાઇવે પર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલ ટ્રક ચાલક બબાભાઇ નાગજીભાઇ રબારી (ઉ.પ૩, રહે. ખરચારીયા, પાટણ) નામના આઘેડને હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું.
જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
