<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ચોટીલાના સણોસરા ગામે યોજાયો અનોખો ઐતિહાસિક કાર્યક્રમ

બે પુસ્તકોનાં વિમોચન સાથે લેખકનો વતન પ્રેમ ઝળહળ્યો

 

 

ચોટીલા તા. ૧ : ચોટીલા તાલુકાનાં સણોસરા ગામે તાજેતરમાં જ બે ઐતિહાસિક પુસ્તકોનાં વિમોચન કાર્યક્રમ યોજીને વતન પ્રેમનો ઇતિહાસ આલેખાયો હતો.

ગુજરાતી વાચકોનાં જાણીતા ઇતિહાસ લેખક ડો. પ્રદ્યુમનભાઇ ખાચરનાં બે પુસ્તકોનું તાજેતરમાં વિમોચન તેમના વતન ચોટીલાનાં સણોસરા ગામે રાજકોટ રામકૃષ્ણ આશ્રમનાં સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.

આ પ્રસંગે દરબાર સાંગા ખાચરનાં પરિજનો તેમજ લેખક તેમજ દરબાર દેવેન્દ્રભાઇ, નાઝભાઇ સાથે સ્થાનિક દરેક સમાજનાં અગ્રણીઓ સાથે જીલ્લા અને તાલુકાનાં પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણી દિપેન્દ્રભાઇ અને શાશ્વતગણો ઉપસ્થિત રહેલ હતા.

(11:15 AM IST)