<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ઝાલાવાડમાં ૩ અકસ્‍માત એકનું મોતઃ બે ને ઇજા

વઢવાણ,તા. ૩: સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા-આણંદપુર રોડ, સુરેન્‍દ્રનગર-મૂળી હાઈવે અને વઢવાણ-કોઠારિયા હાઈવે પર અકસ્‍માતના બનાવ બન્‍યા છે. જેમાં ૧ યુવાનનું મોત થયુ છે. જયારે મહિલા સહિત રને ઈજાઓ પહોંચી છે.

ચોટીલા-આણંદપુર રોડ પર કાળાસરના હરેશભાઈ ગેલાભાઈ બલ્‍યા તા. ૨૭મી મેના રોજ બુલેટ લઈને જતા હતા. જેમાં બુલેટ અને સામેથી આવતા બાઈક સાથે અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં હરેશભાઈ બલ્‍યાનું મોત થયુ હતુ. જયારે બાઈક ચાલકને ઈજાઓ થઈ હતી. જયારે સુરેન્‍દ્રનગરના આંબેડકરનગરમાં રહેતા ૨૪ વર્ષીય ભવદીપ દિનેશભાઈ રાઠોડ બીસીએનો અભ્‍યાસ કરે છે. તા.૩૧મી મે એ સાંજે તેઓ બાઈક લઈને શેખપર ગામે તેમના ભાઈ નીશાંતભાઈના આવેલા કારખાને જતા હતા. ત્‍યારે રાજકોટ રોડ પર રોંગ સાઈડમાં આવેલા ટ્રેકટર ચાલકે ભવદીપભાઈ સાથે અકસ્‍માત કર્યો હતો. ભવદીપભાઈને ઈજાઓ થતા સ્‌ સી.જે.હોસ્‍પીટલ લઈ જવાયા હતા. જે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર વી.કે.જાદવ ચલાવી રહ્યા.

બીજી તરફ પાટડી તાલુકાના નાગડકા ગામે રહેતા ધવલરાજભાઈ ધર્મેશભાઈ પટેલ કાર લઈને ઝલકબેન ધર્મેશભાઈ પટેલ, મધુબેન ધર્મેશભાઈ પટેલને સાથે લઈ સુરેન્‍દ્રનગર દવાખાનાના કામે આવતા હતા. ત્‍યારે કોઠારીયા-વઢવાણ હાઈવે પર એસ.એસ.વ્‍હાઈટ પાસે ડમ્‍પરને ઓવર ટેક કરવા જતા ડમ્‍પર ચાલકે સાઈડમાં દબાવતા કાર સાથે અકસ્‍માત સર્ઝાયો હતો. જેમાં ઝલકબેન ધર્મેશભાઈ પટેલને ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા. અકસ્‍માત સર્જી ડમ્‍પર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વઢવાણ પોલીસની ટીમે દોડી જઈ ટ્રાફીક કલીયર કર્યો હતો.

(11:47 AM IST)