<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

જામનગરમાં ફાયર સેફટીના મામલે પાલિકા દ્વારા અનેક યુનિટો સીલ

જામનગર ,તા.૩ :  રાજકોટમાં TRP ગેઈમ ઝોનમાં બનેલ આગજનીની ગોઝારી દુર્ઘટના બાદ રાજય સરકારશ્રીની સુચના મુજબ જામનગર મહાનગરપાલિકા ખાતે મ્‍યુનિ. કમિશનર ડી. એન. મોદી ની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર, સીટી એન્‍જીનીયર, ચીફ ફાયર ઓફિસર દ્વારા તા. ૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ૮ ટીમો જામનગર મહાનગરપાલિકા વિસ્‍તાર માટે તથા ૧ ટીમ જામનગર વિસ્‍તાર વિકાસ સતા મંડળ(જાડા) ના વિસ્‍તારો માટે રચવામાં આવેલ. આ ટીમો દ્વારા હોસ્‍પીટલ્‍સ, શૈક્ષણિક સંકુલ, સિનેમા/ મોલ્‍સ, ટયુશન કલાસીસ, હોટલ/ રેસ્‍ટોરન્‍ટસ વિગેરેમાં ફાયર એન.ઓ.સી./ રીન્‍યુઅલ, વપરાશ પરવાનગી વિગેરે બાબતેની ચકાસણીશરૂ કરવામાં આવેલ.

શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં આવેલ રેસ્‍ટોરન્‍ટસ કે જેમાં ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમીશન ન હોય, તેવી કુલ ૨૦ રેસ્‍ટોરન્‍ટસ સીલ કરવામાં આવેલ તેમજ જુદા-જુદા વિસ્‍તારોમાં કુલ ૨૬ જેટલી સ્‍કલ, ૧ હોસ્‍પીટલ પાર્ટલી સીલ તથા ૨ ટયુશન કલાસીસ સીલ કરવામાં આવેલ.

ટીમો ધ્‍વારા તેઓને ફાળવેલ વોર્ડમાં કુલ ૬૧ જેટલી પ્રોપર્ટીઓનો સર્વે કરવામાં આવેલ છે. જે પૈકી ૧ હોસ્‍પીટલ પાર્ટલી સીલ જયારે ૨૭ જેટલી સ્‍કુલ તથા ટયુશન કલાસીસ સીલ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસો પણ ફાયર એન.ઓ.સી, વપરાશ પરવાનગી કે ફાયર એન.ઓ.સી. રીન્‍યુઅલ ન કરેલ હોય તેવી તમામ ઓકયુપન્‍સીમાં સીલીંગની કામગીરી ચાલુ રહેશે.

(11:59 AM IST)