<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કચ્‍છનાં પ્રાંથળિયા આહિર સમાજમાં કાલે ૧ર૦૪ લગ્નો

અંધારી તેરસના વણજોયા મૂહૂર્તની પરંપરા આજે પણ જળવાય છે : કાલે કચ્‍છના આહિર પટ્ટીના ગામોમાં લગ્નની મોસમઃ વરઘોડા-હલ્‍દી વિધિ-પ્રિવેડીંગ જેવા બિનજરૂરી દુષણો પર પ્રતિબંધ રત્‍નાલ-લોડાઇ પંથકમાં સૌથી વધુ લગ્નો

 

 

રાજકોટ, તા. ૩ : કચ્‍છ આહિર સમાજમાં વણજોયા મુહૂર્તે લગ્નો લેવાની પરંપરા આજે પણ જળવાતી આવી છે. કાલે ૪ જુન મંગળવારે અંધારી તેરસે કચ્‍છમાં પ્રાંથળિયા આહિર સમાજમાં આ વર્ષે કુલ ૧ર૦૪ લગ્નોનું આયોજન છે. પ્રથમ વખત લગ્ન પ્રસંગોએ ખોટા ખર્ચાને તિલાજંલિ આપવામાં આવી છે. લગ્નો પૂર્વે પ્રી-વેન્‍ડિંગ, હલ્‍દી રસમ પર પ્રતિબ઼ધ મુકાયો છે.

કચ્‍છ પ્રાંથળિયા આહિર સમાજના આગેવાન શામજીભાઇ ભુરા આહિરે જણાવ્‍યા મુજબ અંધારી તેરસના લગ્નની સૈકાઓ જુની પરંપરા આજે પણ આહીર સમાજમાં અકબંધ રહી છે. વર્તમાન સમયે લગ્નમાં પ્રવેશી ગયેલા દુષણોને દૂર કરવા આહિર સમાજ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે.

સાજે બંધારણમાં કેટલાક નિયમો અમલી બનાવ્‍યા છે. હલ્‍દી રસમ, પ્રી-વેડીંગ શુટીંગ જેવા દુષણો પર પ્રતિબંધ મુકાયા છે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગે કોમર્શીયલ ખોટા ખર્ચાઓ જેમાં દાંડિયારાસ-વરઘોડા પર પ્રતિબંધ મુકાયો છે. વરઘોડો કે બગી ન રાખવા, લગ્ન બાદ કોઇ રિસેપ્‍શન રખાય તો કોઇ કલાકાર બોલાવી શકાશે નહીં, લગ્ન પહેલા જમણવાર પાર્ટીમાં કલાકાર રાખી શકાશે નહીં, મામેરૂં વધુમાં વધુ એક લાખ એક હજાર સુધીનું કરી શકાશે, લગ્ન પ્રસંગે લેતી-દેતી ન કરવી, ફટાકડા ન ફોડવા વગેરે જેવા નિયમો અમલી બનાવાયા છે.

૧ર૦૦ થી વધુ લગ્નના આયોજન થયા છે. આહિર પટ્ટીના ગામોમાં લગ્નોનો આગોતરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

૪ થી જુનના દિવસે જ લોકસભા ચુંટણીના પરિણામો આવનારા હોઇ આહિર પટ્ટીના ગામોમાં બેવડો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ લગ્ન રતનાલ વઇમાં યોજાશે. રતનાલ પંથકમાં ૩રપ જયારે લોડાઇ પંથકમાં ૩૦૦ લગ્ન યોજાશે.

(12:02 PM IST)