<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સૌરાષ્‍ટ્રમાં કાલે ખુલશે ‘‘ઇવીએમ'' : કૌન બનેગા સાંસદ : કાલે ફેંસલો

અમરેલી, ભાવનગર-બોટાદ, સુરેન્‍દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર-દેવભૂમિ દ્વારકા, જુનાગઢ-ગિર સોમનાથ, મોરબી-કચ્‍છની લોકસભા બેઠક તથા પોરબંદર, માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

તસ્‍વીરમાં કચ્‍છમાં સમીક્ષા બેઠક મળી હતી તે નજરે પડે છે. (તસ્‍વીર : વિનોદ ગાલા, ભૂજ)

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૮ લોકસભા બેઠક તથા ર વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું કાલે પરીણામ જાહેર થશે.

કોણ સાંસદ અને ધારાસભ્‍ય બનશે ? તે તરફ સૌની નજર છે.

કાલે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, દેવભુમી દ્વારકા, જુનાગઢ-ગીર સોમનાથ, મોરબી, કચ્‍છની લોકસભા બેઠકો  તથા પોરબંદર-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું પરીણામ જાહેર થશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : આવતીકાલે મંગળવારે ભાવનગર લોકસભા બેઠક ની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણીનું પરિણામ જાણવા લોકો આતુર બન્‍યા છે અને રાજકીય પક્ષોની ઉત્‍સુકતા વધી ગઈ છે.

ભાવનગર લોકસભાની ચૂંટણી ભાજપ ઇ.સ.૧૯૯૧થી સતત વિજેતા થતો આવ્‍યો છે. જો આ વખતે વિજેતા થશે તો સતત નવમી વખત વિજેતા થશે. ભાવનગર બેઠક પર આ વખતે ભાજપના નિમુબહેન બાંભણીયા સામે આપના ઉમેશભાઇ મકવાણા મેદાનમાં છે.

આ વખતે ભાવનગર લોકસભાની ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્‍યું છે કે કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી નથી અને આપને સમર્થન આપ્‍યું છે. હવે કાલે  મંગળવારે બપોર સુધીમાં તો લગભગ ખબર પડી જશે કે આ બેઠક પર પરિવર્તન થશે કે પુનરાવર્તન.

કાલે મંગળવારે  સવારે ૮ વાગ્‍યાથી મત ગણતરી શરૂ થશે. એ પૂર્વે ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં નિયમાનુસાર પ્રક્રિયા મુજબ ઇવીએમના સ્‍ટ્રોંગ રૂમ ખોલાશે.

ગત ચૂંટણીમાં ભાજપના મતમાં ૧.૧૧ લાખનો વધારો થયેલો

૨૦૧૯ ની લોકસભાની ભાવનગરની ચૂંટણી ઐતિહાસિક બની રહી હતી તેમાં ૫૮.૪૧્રુ મતદાન થયું હતું અને ભાજપને કુલ ૬,૬૧,૨૭૩ મત મળ્‍યા આપણા જ્‍યારે કોંગ્રેસના ઉમેદવારને ૩,૩૧,૭૫૪ મત મળ્‍યા હતા. ૨૦૧૪ ની ચૂંટણીમાં ભાવનગરમાં ભાજપને ૫,૪૯,૫૨૯ મત મળ્‍યા હતા એટલે કે ૨૦૧૪ ની ચૂંટણી ની તુલનામાં ૨૦૧૯ ની ચૂંટણીમાં ભાવનગરમાં ભાજપના ઉમેદવારને મતોમાં ૧,૧૧,૭૭૪ નો વધારો થયો હતો.

૨૦૧૯ની ચૂંટણીમાં ભાવનગરમાં પ્રથમ ક્રમે ભાજપને ૬,૬૧,૨૭૩ મત મળેલા જ્‍યારે દ્વિતીય ક્રમે કોંગ્રેસને ૩,૩૩,૭૫૪ મત મળ્‍યા હતા ત્‍યારબાદ અન્‍ય કોઈ ઉમેદવારો કાંઈ ઉકાળી શકયા ન હતા અને ત્રીજા ક્રમે નોટા ને ૧૬,૩૮૩ મત મળ્‍યા હતા.

આવતીકાલે મંગળવારે મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થશે ત્‍યારે લોકોમાં પરિણામ જાણવા માટે ભારે ઉત્‍સુકતા જોવા મળે છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ : લોકસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ૦૪ જૂનના રોજ કચ્‍છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયા સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. જિલ્લા કલેક્‍ટર ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર અમિત અરોરાએ ભુજ ખાતે બેઠક યોજીને મત ગણતરીના દિવસની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી અમિત અરોરાએ મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્‍દ્ર ખાતે તમામ સ્‍ટ્રોંગરૂમ સમયસર ખોલાવીને નિયત અધિકારીશ્રીઓની હાજરીમાં રોજકામની કામગીરી ચોક્કસાઈપૂર્વક કરવા તાકીદ કરી હતી. શ્રી અરોરાએ મત ગણતરી કેન્‍દ્ર ખાતે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે યોગ્‍ય પોલીસ બંદોબસ્‍ત, ર્પાકિંગ વ્‍યવસ્‍થા સહિતના મુદ્દે પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપીને વર્તમાન વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પોસ્‍ટલ બેલેટની ગણતરી, માઈક્રો ઓબ્‍ઝર્વરશ્રીની કામગીરી, મત ગણતરીના દિવસે ફરજ ઉપરના સ્‍ટાફ માટે ભોજન અને પાણીની વ્‍યવસ્‍થા, મંડપ, લાઈટ, સાઉન્‍ડ સિસ્‍ટમ વગેરેની વિગતો અધિકારીશ્રીઓ પાસેથી મેળવીને દિશાનિર્દેશો આપ્‍યા હતા.  આ ઉપરાંત, રાઉન્‍ડવાઈઝ રિઝલ્‍ટ શીટ, ઈલેક્‍શન કમિશનને મોકલવાના વિવિધ પત્રકો, ઈમરજન્‍સી મેડિકલ સારવાર, મીડિયા સેન્‍ટર, પ્રવેશ માટેના સાઈનેજીસ, મત ગણતરી કેન્‍દ્રોની સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેર્કોડિંગ, મત ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ સિલિંગની કામગીરી વગેરે બાબતોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જવાબદારી સોંપીને માર્ગદર્શન આપ્‍યું હતું.

     નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈએ સૌ અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને સ્‍વાગત કર્યું હતું. શ્રી દેસાઈએ મત ગણતરીના દિવસે ચોક્કસાઈથી કામગીરી કરવા માટે સૌ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

     આ બેઠકમાં સિવિલ ડિફેન્‍સ અધિક કલેક્‍ટરશ્રી ધવલ પંડ્‍યા, ડીઆરડીએના નિયામકશ્રી નિકુંજ પારેખ, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ. હાશ્‍મી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, ઈન્‍ચાર્જ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્‍દ્રસિંહ વાઘેલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્‍દ્ર રાવલ, જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્‍ય) નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ચિરાગ દુદિયા સહિત સંબંધિત વિભાગના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતારવણમાં થઇશ કે, મતગણતરી દરિમયાન કોઇપણ વ્‍યકિત ખલેલ પહોંચાડે નહીં, મતગણતરીના સ્‍થળે વ્‍યવસથામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય અને મતગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે હેતુથી મતગણતરી મથકથી ર૦ મીટરની ત્રિજ્‍યામાં ચારથી વધુ વ્‍યકિતઓને એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. તેથી જિલ્લા મેજિસ્‍ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાએ જરૂરી પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડયું છે.

(12:03 PM IST)