News of Monday, 3rd June 2024
ધ્રોલના હાડાટોડામાં સગી જનેતાએ માસુમ પુત્રીને કુવામાં ફેંકી દીધી
જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી રાત્રે સુવા ન દેતી હોવાથી સંગીતા કાળુભાઇ મીનાવાએ ૧૦ મહિનાની ખુશીને મોતને ઘાટ ઉતારીઃ અપહરણની ખોટી સ્ટોરી ઘડી'તી : ધ્રોલ પોલીસે ૧૦ માસની બાળકીના અપરહણના બનાવથી ચોકીઉઠી : પરિવારની પુછપરછમાં બાળકીની હત્યા જનેતાએ કરી હોવાનું ખુલ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૩: ધ્રોલના હાડાટોડામાં ૧૦ મહિનાની બાળાની માતાએ હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. ધ્રોલના હાડાટોડા ગામે ૧૦ મહીનાની બાળકીનું કથિત અપહરણ થયાનું ખેત મજુર પરિવારે સ્ટોરી બનાવીને પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાવતા પોલીસ ચોકી ઉઠી હતી અને બાળકીની શોધખોળ માટે પી.એસ.આઈ પી.જી પનારે એ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધર્યા બાદ પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસામાં અપરહણ ની સ્ટોરી ખોટી હોય અને સગી જનેતા જ માસુમ બાળકીની હત્યા કરીને વાડીના કુવામાં ફેંકી દીધી હોવાનું સામે આવતા પોલીસે અલગથી હત્યાની કલમ હેઠળ ગુન્હો નોધીને માસુમ ખુશી નામની બાળકીને મોતને ધાટ ઉતારનાર માતા સંગીતાબેન કાળુભાઈ મીનાવા સામે હત્યા નો ગુનો નોંધાયો
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે વીરેન્દ્રસિહ જાડેજાની વાડીમા ભાગીયા તરીકે એમ.પી. અલીરાજપુરના બળદા ગામના ખેતમજૂરી કામ કરતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા ઉ.મ. ૩૩ ની ખુશી નામની ૧૦ માસની બાળકીનું અપહરણ કરી ગયાની ધ્રોલ પોલીસમાં બાળકીના પિતાએ ફરિયાદ કર્યા બાદ પોલીસ હરકતમાં આવીને અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ૧૦ માસની બાળકીનો કુવામાથી મળતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. બાળકીનું મળત્યુ થયુ હતુ પોલીસે કબજો સંભાળી પી.એમ માટે મોકલી આપવામાં આવી હતી પોલીસે પ્રાથમિક તપાસમાં ૧૦ માસની બાળકીને કોઈ ઉપાડીને કૂવામાં ફેંકી દીધી હોવાની આશંકાએ બાળકીના પરિવાર શંકા જતા ઉંડાણ પૂર્વક તપાસ કરતા માસુમ બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઇને હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું માસુમ બાળકીની જન્મ થયો ત્યાર ની શ્વાસ ની તકલીફ હોય રાત્રે રડતી હોય સુવા ના દેતી હોય હેરાન કરતી હોય માસુમ બાળકી ખુશી ને અંતે માતાએ જ બાળકીને બીમારીમાથી કાયમી છુટકારો આપવામાં માટે કુવામાં ફેંકી દીધાનુ પોલીસમાં જાહેર થયુ, હોવાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે, ધ્રોલ પોલીસે મળતક બાળકીના પિતા કાળુભાઈ સવજીભાઈ મીનાવાએ પોલીસમા ફરિયાદ નોધાવી ફરિયાદના આધારે સગી જનેતા સંગીતા કાળુભાઈ મીનાવા સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધ્રોલ પોલીસ પી.એસ.આઈ પી.જી પનારા, તથા લાખાભાઈ, સહિત ધ્રોલ પોલીસ સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
