તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
જામજોધપુરના ધુનડામાં જામનગરના એસપીનું અભિવાદન કરતા પૂ. જેન્તિરામ બાપા

જુનાગઢ જામજોધપુર નજીક આવેલ ધુનડા સતપુરણધામ આશ્રમ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતગર્ત જીલ્લા કક્ષા સમર કેમ્પનું જામનગર જીલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો શનીવારે આ કેમ્પનું સપંન પ્રસંગે જામનગરના એસપી શ્રી પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા જેનું સાલ ઓઢાડી ગુરૂ ગીતા અર્પણ કરી પૂ. જેન્તિરામબાપાએ સન્માન કર્યુ હતું અને એસપી એ પણ પૂ. બાપાને પુષ્પ ગુચ્છ અર્પણ કર્યા હતાં. અને આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ પાસેથી આશ્રમ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિની જાણ કારી મેળવી ફરી આશ્રમની મુલાકાતે આવવા ઇચ્છા વ્યકત કરી અને સ્ટુન્ડોને પ્રમાણ પત્રો આપી પ્રોત્સાહીત કરાયા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
