<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

લખોટા તળાવની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

જામનગરમાં લાખોટા તળાવ પાર્ટ ૨ ના ડ્‍યુટીફિકેશન અંતર્ગત ચાલી રહેલ કામગીરીના સ્‍થળે કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતા ધવલ નંદા અને કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ કરી તળાવને ૨૦ ફૂટ જેટલું બુરી દેવામાં આવ્‍યું છે અને તળાવ ઊંડું ઉતારી ત્‍યાંથી માટી નાખવાની બદલે અન્‍ય સ્‍થળેથી માટી નાખવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરી કામગીરી સામે સવાલો ઉઠાવ્‍યા છે અને વિકાસના નામે વિનાશ થતો હોય તેઓ ઘાટ સર્જાયો હોય તેમ જણાવી મહાનગરપાલિકા થાળી ભાંગી વાટકો કરતી હોય તેવી પરિસ્‍થિતિ સર્જાઈ હોવાનું જણાવી આગામી સમયમાં આ મુદ્દે લોક આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:28 PM IST)