News of Monday, 3rd June 2024
સદભાવના ગૃપ-જામનગરની અપીલ : હજુ વધુ ગરમી સહન ન કરવી હોય તો, જાગી જાવ, વળક્ષ વાવો અને તેનું જતન કરો... નહીંતર...નવી પેઢી ઓક્સીજનના બાટલા ઉપર નભશે!

જામનગર,તા.૩ : સમગ્ર દેશ સહિત જામનગરમાં પણ આ વખતની ભયંકર અને અસહ્ય ગરમીને સૌ કોઇ તોબા પોકારી ઉઠ્યા છે અને તેમાં પણ નિષ્ણાંતોના મતે તો આવી ભયાનક ગરમી તો ફકત્ત ટ્રેલર છે અને આવનારા વર્ષોમાં આથી પણ વધારે ગરમી પડશે અને તેને સહન કરવી જ પડશે, ત્યારે આગામી તા.૫મી જૂનના રોજ ઉજવતા ‘વિશ્વ પર્યાવરણ દિવસ'ને અનુલક્ષીને જામનગરના સદભાવના ગૃપ અને તેના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજા દ્વારા અપીલ કરાઇ છે કે, હાલમાં હયાત અને નવા રોપાતા વળક્ષોનું જતન ફકત્ત વિヘ પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ નિરંતર રહેવું જોઇએ અને આવું થશે તો જ આપણે આપણી આવનારી પેઢીને કુદરતીપ્રકોપથી બચાવી શકીશું. આવનારી પેઢી ઓક્સીજનના બાટલા ઉપર ન નભે અને તેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે તો ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વળક્ષ વીવીશું અને તેનું જતન કરીશું...
લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા સમગ્ર દુનિયામાં તા.૫ જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવાય છે, સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિવસે કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે. જેનાં અનુસંધાનમાં અગાઉ વિષય હતો ‘હરિત અર્થતંત્ર'...એટલે કે એક એવી અર્થ વ્યવસ્થા જેના ફળસ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય, પરંતુ પર્યાવરણ જાળવવા હવે એક દિવસની ઉજવણીથી કામ ચાલે તેમ નથી વિપતીઓ ભરડો લેવા જઇ રહી છે.
જીવન સાથે જોડાયેલા આ કુદરતી ખલેલ સામે શકય એટલુ સંતુલન સાધવા સદભાવના ગૃપ જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજાએ એક લાખની સંખ્યામાં વળક્ષારોપણનો સંકલ્પ લીધો છે.
જીવન સાથે જોડાયેલા આ કુદરતી ખલેલ સામે શકય એટલુ સંતુલન સાધવા સદભાવના ગૃપના જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજા અને તેમના ગૃપના પ્રયાસથી અત્યાર સુધી હજારો વળક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને અને આગામી દિવસોમાં પણ આ વળક્ષારોપણનું કાર્ય થતું રહેશે. સદ્દભાવના ગ્રુપ દ્વારા એક લાખની સંખ્યામાં વળક્ષારોપણનો સંકલ્પ લીધો છે અને તેમાંથી નોંધપાત્ર સંખ્યામા વળક્ષારોપણ થયા છે ત્યારે હજુય દરેક વ્યક્તિ ઓછામાં ઓછા બે વળક્ષ વાવી તેને ઉછેરે તેવો નમ્ર અનુરોધ કરતા તેમણે ઉમેર્યુ છે કે કુદરતના પ્રકોપ સામે એક તો કેમ ટકવું પર્યાવરણ કેમ જાળવવુ અને બીજુ ભાવિ પેઢીને શું આપવુ?? તેવો દિલ ઢંઢોળતો -શ્ર્ન જો સૌ ને વિહવળ કરતો હોય તો મોટા થઇ ઘેઘૂર છાયો આપે તેવા વિવિધ વળક્ષો દરેક વ્યક્તિ વાવે તે જરૂરી છે. નહિતર ભાવિ પેઢી ઓક્સીજન સીલીન્ડર ખભે લઇ ફરશ, તે કલ્પના પણ ડરામણી છે, તો આપણે આપણી ભાવી પેઢીને શું આપવુ છે?? તેવો વેધક સવાલ સદભાવના ગૃપના પ્રમુખ ધર્મરાજસિંહ એસ. જાડેજાએ કર્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
