<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

પોરબંદરમાં ફાયર એનઓસી અને બાંધકામ મંજૂરી વિનાની ૧ર૦ મીલકતો સીલ કરવામાં આવે તેવી સંભાવના

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના બનાવના પગલે જાહેર સલામતી માટે તંત્ર સજાગ બની ગયું છે. જિલ્લા કલેકટર અને નગરપાલિકા દ્વારા ઠેર ઠેર ચેકિંગ કામગીરી ચાલી રહી છે. આ ચેકિંગમાં ફાયર સેફટી નહીં ધરાવનાર મોલ, ચેમ્‍બર ઓફ કોમર્સની મીલકત કેટલાંક ટયુશન કલાસીઝને ‘‘સીલ'' મારી દેવામાં આવ્‍યાં છે. ફાયર એનઓસી અને બાંધકામ સહિતની મંજુરી વિનાની હજુ ૧ર૦ મીલકતોને સીલ કરવામાં આવે તેવી સંભાવના છે.

તંત્રના ચેકિંગ દરમિયાન ફાયર સેફટી અંગે એક સમાજની મીલકત તેમ પક્ષના કાર્યાલયની તપાસ થઇ રહી છે. નગરપાલિકાનું નવું બિલ્‍ડીંગ બન્‍યું તે અંગે એન.ઓસી અને કેટલોક ભાગ પેશકદમીનો હોય આ અંગે અગાઉ ફરિયાદો અને રજુઆતો થઇ હતી. પાલિકાના નવા બિલ્‍ડીંગ ફાયર અુેનઓસી પ્રશ્‍ને પણ અગાઉ રજુઆત થઇ હતી. આ પ્રશ્‍ને તે સમયે પાલિકા

(1:48 PM IST)