<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

વિસાવદરના સેવાભાવી દંપતિની અમદાવાદમાં અજોડ સેવા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : વિસાવદરના વતની સેવાભાવી ૅજેઠવા દંપતિૅની અમદાવાદમાં અજોડ સેવા ધ્‍યાનાકર્ષક છે. આ દંપતિ અને સંસ્‍થાના સભ્‍યો અમદાવાદમા કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી- છાસ વિતરણ કરી રહ્યા છે.

મુળ વિસાવદરના વતની અને અમદાવાદ વસવાટ કરતા ધીરજલાલ બાબુભાઈ જેઠવા તથા તેમના ધર્મપત્‍નિ મીનાબેન ધીરજલાલ જેઠવા સૂચિત ૅદાદા-દાદી માનવ સેવા ટ્રસ્‍ટ-અમદાવાદૅના નેજા તળે પ્રજા ઉત્‍કર્ષની અનેકવિધ યોજના અંતર્ગત કામ કરવાની નેમ ધરાવે છે.

અમદાવાદ સ્‍થિત ધીરજભાઈ બાબુભાઈ જેઠવા (મો. ૯૯૨૪૧૮૫૦૨૦)ના જણાવ્‍યા અનુસાર અમદાવાદ ખાતે ‘દાદા દાદી માનવ સેવા ટ્રસ્‍ટ' ૧૯, રાધેય એપાર્ટમેન્‍ટ, સુરજીત સોસાયટી, ન્‍યુ ઈન્‍ડીયા કોલોની,ઠકકરબાપા નગર,બાપુનગર ખાતે કાર્યાન્‍વિત થવા જઈ રહ્યુ છે. આ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓમાં (૧ મીનાબેન ધીરજલાલ જેઠવા (૨) બાબુભાઈ નાનજીભાઈ જેઠવા (૩) સુરેશભાઈ પ્રાગજીભાઈ પ્રજાપતિ (૪) કિરણભાઈ બાબુભાઈ રાઠોડ (૫) પ્રવિણભાઈ બચુભાઈ સોડાગર (૬) ધીરજભાઈ બાબુભાઈ જેઠવા (૭) લગધીરસિંહ બાલુભા જાડેજાનો સમાવેશ કરાઈ રહ્યો છે.

આ ટ્રસ્‍ટ દ્વારા ધોમ ધખતા તાપમા હાલ ઠંડુ પાણી-છાસનુ વિતરણ કરાઈ રહ્યુ છે. ગરીબ-શ્રમિક વર્ગની જઠરાગ્નિ ઠારવા અલ્‍પાહાર-ભોજનની પણ વ્‍યવસ્‍થા કરાઈ રહી છે. આ ટ્રસ્‍ટ દ્વારા દાતાઓ તથા લોક ભાગીદારી અને સરકારી સહાયથી સામાજિક-શૈક્ષણિક-આરોગ્‍ય-તબીબી-સાંસ્‍કળતિક-કુદરતી અને માનવ સર્જિત આફતો-ગ્રામીણ વિકાસ-મહિલા અને બાળ વિકાસ સહિત વિવિધ હેતુસર કામ કરવાની નેમ છે.

(1:48 PM IST)