<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ધોરાજી કે. ઓ. શાહ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કથાનો ત્રીજા દિવસમાં પ્રવેશ

આંતરરાષ્‍ટ્રીય કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા રસપાન સાથે દરરોજ વિવિધ ઉત્‍સવો

ધોરાજી, તા.૩: ધોરાજી કે ઓ શાહ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે શિવ મહાપુરાણ કથાનો ત્રીજા દિવસમાં પ્રવેશ થયો હતો. દરરોજ મોટી સંખ્‍યામાં શિવ ભક્‍તો ઉપસ્‍થિત રહે છે.

પૂજ્‍ય વક્‍તા ડો. મહાદેવ પ્રસાદ મહેતા શાષાીજીએ પોતાની વાણીમાં જણાવેલ કે શિવની પૂજા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે નિરાકાર કહેવામાં આવે છે શકલ અને નિષ્‍કલ શિવજીના બે સ્‍વરૂપમાં પૂજા થાય છે અને કાશીમાં કયારેય ભૂકંપ નથી આવતો કારણ કે કાશીમાં ઘેર ઘેર શિવ પૂજાય છે.

ધોરાજીના ઉદ્યોગપતિ અને ભામાશા વિપુલભાઈ હસમુખભાઈ ઠેસીયા તેમજ દીપકભાઈ હસમુખભાઈ ઠેસિયા પરિવાર દ્વારા  સાત દિવસ શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આયોજન કે ઓ શાહ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ છે.

કથા દરરોજ સાંજે ૪:૩૦ થી રાત્રિના ૭:૩૦ વાગ્‍યા સુધી ચાલુ રહેશે.

કથાના મુખ્‍ય વક્‍તા તરીકે આંતરરાષ્‍ટ્રીય કથાકાર પૂજ્‍ય ડો. મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા પોતાની મધુર વાણીથી દરરોજ શિવ કથા જ્ઞાન યજ્ઞ મહોત્‍સવમાં રસ પાન કરાવશે આ પ્રસંગે  શિવ કથાનું મહત્‍વ ત્રીજા દિવસે આપવામાં આવ્‍યું હતું અને ત્રીજા દિવસે  પોથીનું પૂજન ધોરાજીના માન બિલ્‍ડર વાળા વિપુલભાઈ ઠેસીયા શ્રીમતી આશાબેન વિપુલભાઈ ઠેસિયા તેમજ દીપકભાઈ ઠેસિયા શ્રીમતી કિર્તીબેન દીપકભાઈ ઠેસિયા તેમજ હસમુખભાઈ પ્રેમજીભાઈ ઠેશીયા તથા શ્રીમતી જયાબેન હસમુખભાઈ વગેરે ઠેસીયા પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવેલું હતું અને કથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો

આ પ્રસંગે ધોરાજી જુના સ્‍વામિનારાયણ મંદિરના પૂજ્‍ય મહંત મોહન પ્રસાદ શાષાીજી તેમજ બાલકળષ્‍ણ સ્‍વામી જુનાગઢ જુના સ્‍વામિનારાયણ મંદિરના પી.પી સ્‍વામી લોજ સ્‍વામિનારાયણ મંદિરના તેમજ જુનાગઢ મંદિરના સંતો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને પોથીજીનું પૂજન અર્ચન કરેલું હતું તેમજ રાજ્‍યના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, ધોરાજીના ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા, રાજકોટ ડિસ્‍ટ્રીક બેંકના ડિરેક્‍ટર લલિતભાઈ રાદડિયા, રાજકોટના બિલ્‍ડર જે.ડી કાલરીયા, રાજકોટ ડેરીના સોમનાથના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અરવિંદસિંહ જાડેજા, પીએસઆઇ ધર્મેન્‍દ્ર રાખોલીયા, આર ડી સી બેંકના ડિરેક્‍ટર કાંતિભાઈ જાગાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ભુપતભાઈ ભાયાણી, દિલીપભાઈ હોતવાણી, ભરતભાઈ બગડા, ઉપલેટાના હરિભાઈ ભોલે,  લોક સાહિત્‍યકાર ગઢવી,  ધોરાજી તાલુકા સંઘના ઉપપ્રમુખ હરેશભાઈ હેરભા, એડવોકેટ બાબુલાલ જાગાણી, વી વાય ઓ ગ્રુપ ધોરાજીના તમામ વૈષ્‍ણવ ભાઈઓ તથા બહેનો વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

મંગળવારના રોજ શિવ અવતાર કથાનો મહિમા સમજાવવામાં આવશે. બુધવારના રોજ બાર જ્‍યોર્તિલિંગ પ્રાગટય મહિમા સમજાવવામાં આવશે અને બારેબાર જ્‍યોર્તિલિંગના દિવ્‍ય દર્શનની સાથે એમનો મહિમા પણ કથાકાર દ્વારા સમજાવવામાં આવશે. ગુરુવારના રોજ કથાનો વિરામ થશે જેમાં શિવકથાનો સંપૂર્ણ મહિમા છેલ્લા દિવસે રાખવામાં આવ્‍યો છે તો આ દિવ્‍ય કથાની અંદર ધોરાજીની જનતાએ પધારવા વિપુલભાઈ ઠેશીયા તેમજ દીપકભાઈ ઠેસીયા પરિવાર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્‍યો છે. કાર્યક્રમનો સંચાલન બાબુભાઈ જાગાણી, સંજયભાઈ જગાણી દ્વારા કરવામાં આવેલું હતું

(2:00 PM IST)