<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં કાલે સવારે ૮ વાગ્‍યાથી મતગણતરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩: કળષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કળષિ યુનીવર્સિટી, જુનાગઢ ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકેથી ૧૩-જુનાગઢ લોકસભા મત વિસ્‍તારની કાઉન્‍ટીંગની કામગીરી શરૂ થનાર છે. જેમાં નીચે મુજબની વ્‍યવસ્‍થા છે.

તમામ વિધાનસભા મત વિસ્‍તારમાં ૧૮-કાઉન્‍ટીંગ સુપરવાઈઝર, ૧૮-કાઉન્‍ટીંગ મદદનીશ તથા ૧૮-માઈક્રો ઓબ્‍ઝર્વર મળી કુલ-૩૭૮ ટેબલ ઉપરનો સ્‍ટાફ રીઝર્વ સહિત નિયુક્‍ત કરવામાં આવેલ છે. વધુમાં, પોસ્‍ટલ બેલેટ માટે કુલ-૩૦ કાઉન્‍ટીંગ સુપરવાઈઝર, ૬૦-કાઉન્‍ટીંગ મદદનીશ તથા ૩૦-માઈક્રો ઓબ્‍ઝર્વરની રીઝર્વ સહિત નિમણુંક કરવામાં આવેલ છે.

તમામ વિધાનસભા મત વિસ્‍તારમાં કુલ-૬૭૦ કાઉન્‍ટીંગ એજન્‍ટની નિમણુંક કરવામાં આવેલ છે. - આ કાઉન્‍ટીંગ વ્‍યવસ્‍થાની સીકયોરીટી માટે સીએપીએફ સહિતની Three Tiar સીકયોરીટી રાખવામાં આવેલ છે. મિડીયા માટે અલગ રૂમ રાખવામાં આવેલ છે. તમામ વિધાનસભા મત વિસ્‍તારમાં નીચે મુજબ રાઉન્‍ડ વાઈઝ ગણતરી થનાર છે.

તમામ કાઉન્‍ટીંગ રૂમ તથા સ્‍ટ્રોંગરૂમ ઉપર ૧૦૬ જેટલા સીસીટીવી લગાવવામાં આવેલ છે તેમજ કાઉન્‍ટીંગની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે.

(1:49 PM IST)