<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

જૂનાગઢમાં દેશી દારૂ-આથો, કાર સહિત ૧.૭૪ લાખનો મુદ્દામાલ ઝડપાયોઃ બુટલેગર ઉકા કોડીયાતર નાશી ગયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩: રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષકની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શક હેઠળ પોલીસ ટીમે દારૂનો જથ્‍થો ઝડપી પાડયો છે.

ઉકા વેજાભાઇ કોડીયાતર રહે. જૂનાગઢ પંચેશ્વર વાડીયા વિસ્‍તાર નાશી છૂટયો છે. જ્‍યારે દેશી દારૂ ભરેલ બુંગીયા નં. ૧૩૮ દારૂ લીગર -૬૯૦ કિ.રૂા. ૧૩૮૦૦ તથા દેશી દારૂ ભરેલ બેરલ નંગ -૨૨ આથો લીટર ૪૪૦૦ મળી કુલ કી.રૂા. ૧૧૦૦૦, હ્યુન્‍ડાઇ વર્ના કાર રજી નં. જીજે-૦૩-ડીજે-૨૮૬૩ ની કિ.રૂા. ૧,૫૦,૦૦૦ ઝડપી પાડેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.જે.પટેલ, પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા, પોલીસ સ્‍ટાફના હેડ કોન્‍સ. આઝાદસિંહ સીસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, ચેતનસિંહ સોલંકી, વનરાજસિંહ ચુડાસમા, વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફે કરેલ છે.

(1:49 PM IST)