<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

જુનાગઢ મતગણતરી સ્‍થળે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવતા એસપી હર્ષદ મહેતા

એસપી, ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૩૭ પીએસઆઇ સહિત ૪૦૦ કર્મીઓ ખડેપગે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩: જુનાગઢ લોકસભા સંસદીય મતવિસ્‍તારની તા.૪ને મંગૃવારના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતેથી કૃષિ અને ઇજનેરી મહાવિદ્યાલય ખાતે આ મતગણતરી થનાર છે.

ત્‍યારે જુનાગઢના રેન્‍જ આઇજીપી નિલેશ જાજડીયાની સુચનાથી એસપી શ્રી હર્ષદ મહેતા દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. આ અંગે વિગતો આપતા પીઆઇ બી.બી. કોઇીએ જણાવ્‍યું હતું આ મતગણતરી કેન્‍દ્ર ખાતે એસપી હર્ષદ મહેતા તથા ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલ્‍યા, બી.સી. ઠક્કર, ડી.વી. કોડિયાતર સહિત ૫ ડીવાયએસપી ૧૦ પોલીસ ઇન્‍સ., ૩૭ પીએસઆઇ તથા ૨૬૭ પોલીસકર્મી, ૪ ઘોડેશ્વર હોમગાર્ડ, જીઆરડી ૧૦૦ આમ ૪૧૯ થી વધુ પોલીસ અધિકારીઓ મતગણતરી સ્‍થળે ખડેપગે ફરજ બજાવશે. અને ખુદ એસ.પી હર્ષદ મહેતા મતગણતરી સ્‍થળે સવારથી જ હાજર રહી વ્‍યવસાયનો દોર સંભાળશે અને માર્ગદર્શન આપશે. ઉપરાંત વીડીઓગ્રાફી, દુરબીનથી પોલીસ બાજ નજર રાખશે અને બોડીગાર્ડ કેમેરાથી સજજ પોલીસ કાયદો વ્‍યવસ્‍થા જાળવશે. આમ એસપી દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે.

(1:51 PM IST)