<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

વિસાવદરમાં ફેમિલી કોર્ટનો શુભારંભ : ભરણપોષણ-પારાવારિક તકરારો સહિતના કેસોમાં ઝડપથી ન્‍યાય મળશે

વિસાવદર-ભેસાણ-મેંદરડા સહિત ત્રણ તાલુકાના કેસો હવે ફેમિલી કોર્ટમાં ચાલશે : ગુજરાત હાઈકોર્ટના પ્રજાલક્ષી નિર્ણયને સાર્વત્રિક આવકાર : વકિલો- પ્રજાજનોમાં ખુશી-આનંદની લહેર

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : વિસાવદર સહિત ભેસાણ તથા મેંદરડા તાલુકા વચ્‍ચે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિસાવદરમાં ફેમિલી કોર્ટ મંજુર કરેલ હતી અને ગુજરાત સરકારે આ અંગેનું જાહેરનામું બહાર પાડી આ ત્રણેય તાલુકાની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસો, ચડત ભરણપોષણના કેસો, બાળકોની કસ્‍ટડી મેળવવાના કેસો, ત્રણેય તાલુકાના લગ્ન હક્ક પુરા કરવાના દાવા, છૂટાછેડાના દાવા,જ્‍યુડિશિયલ સપ્રેશનનાના દાવા સહિતની પારિવારિક તકરારો અંગેના કેસો માટે તથા અગાઉથી હુકમો થયેલ હોય તેવી તમામ અપીલો તારીખ ૧લી જૂનથી વિસાવદર કોર્ટમાં ટ્રાન્‍સફર કરવા હુકમ કરેલ હતો અને સતાવાર રીતે જાહેર થયા મુજબ જુનાગઢ જિલ્લામાં નવી ત્રણ સહિત ગુજરાતમાં કુલ નવી ૮૦ ફેમિલી કોર્ટનું તા.૦૧.૦૬.૨૦૨૪ના રોજ ઓપનિંગ કરાયું હતું.

વિસાવદરમાં ફેમિલી કોર્ટનું ઉદ્દઘાટન થતા વકીલોમાં તથા ત્રણેય તાલુકાની જનતામાં આનંદ ફેલાયો છે અને આ ઓપનિંગ સમયસર થાય તે માટે ડિસ્‍ટ્રીકટ કોર્ટ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ વિસાવદર કોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ  એસ.એસ. ત્રિવેદી તથા કોર્ટના સ્‍ટાફ દ્વારા સતત અને ઝડપી કામગીરી કરી માત્ર ત્રણ દિવસ જેટલા સમયમાં કોર્ટરૂમ,સ્‍ટાફરૂમ સહિતની જનતા અને વકીલશ્રીઓ માટેની કાયમી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

વિસાવદર બાર એસોસિએશન દ્વારા પણ વિસાવદરમાં ફેમિલી કોર્ટને સહર્ષ વધાવી લઈ મહત્તમ પક્ષકારોને તેના લાભ મળે તેવા પ્રયત્‍નો શરૂ થયેલ છે. આ દિવસે વિસાવદર વકીલ મંડળના પ્રમુખ સહિત તમામ સિનિયર-જુનિયર ધરાશાષાીઓએ ઉદ્દઘાટનના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર હાજરી આપેલ હતી અને ચીફ જસ્‍ટિસ ઓફ ગુજરાતના વર્ચ્‍યુઅલ ઉદબોધન બાદ દીપ  પ્રાગટય કરી અને મહાત્‍મા ગાંધીજીને સૂતર અર્પણ કરી ફેમિલી કોર્ટને ખુલ્લી મુકવામાં આવેલ હતી. વિસાવદર બાર એસોસિએશન તથા કોર્ટ સ્‍ટાફ દ્વારા સમગ્ર કોર્ટ રૂમને શણગારવામાં આવેલ હતો.

આ પ્ર્રસંગે મુખ્‍યપ્ર્રધાન ન્‍યાયાધીશ  એસ.એસ.ત્રિવેદી તથા વિસાવદરના સિનિયર ધારાશાષાીઓ દ્વારા પ્ર્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ હતું. આ પ્ર્રસંગને લઈને વિસાવદર બાર એસોસિએશનના તમામ હોદેદારો તથા સિનિયર તથા જુનિયર વકીલો,મહિલા વકીલો તથા ત્રણેય કોર્ટના સ્‍ટાફમાં ખૂબ આનંદ તથા ઉત્‍સાહ જણાઈ આવતો હતો.

(1:51 PM IST)