<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કાલાવાડના વડોદરાની યુવતિએ હરીપરના યુવકને બદનામ કરવાની ધમકી આપી રૂા.ર૭.૧ર લાખ પડાવી લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં અમૃતભાઈ દામજીભાઈ અરજણભાઈ વસોયા, ઉ.વ.પ૮, રે. રણુજા તરફ જતા રોડ, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી કવીતાબેન અશ્વિનભાઈ મીસ્‍ત્રી, રે. વડોદરાવાળાએ વિશ્‍વાસમાં લઈ બદદાનતથી લલચાવી અલગ અલગ બહાનાઓ બતાવી પૈસા કઢાવી લેવાને ઈરાદે વિડીયો સોશયલ મીડીયા ઉપર વાયરલ કરી દઈ બદનામી કરી જીવવા જેવો નહી રહેવા દેવાની તેમજ પૈસા માંગશો તો પોતે આત્‍મહત્‍યા કરી  લેશો તેવી ધમકીઓ આપી જુલાઈ-ર૦ર૦ થી તા.રર-૪-ર૦રર ના સમયગાળા દરમ્‍યાન કટકે કટકે બેંક એકાઉન્‍ટ મારફત તથા આંગણીયા મારફતે તથા પોતાના મીત્ર સાહેદ કમલેશભાઈ વાણીયાના બેક એકાઉન્‍ટ મારફતે કુલ રૂપિયા ર૭,૧ર,પ૦૦/- અંકે રૂપિયા સતાવીશ લાખ બાર હજાર પાંચસો બળજબરીથી પડાવી લઈ આજદિન સુધી પરત નહી ચુકવી ફરીયાદી અમૃતભાઈ સાથે વિશ્‍વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

સામ સામે મોટરસાયકલ અથડાતા મોત

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જેન્‍તીભાઈ અમરશીભાઈ નાથાભાઈ આઠુ, ઉ.વ.૪પ, રે. માછરડા સોસાયટી, કાલાવડ વાળા એ ફરીયાદ નોધાવી છે કે, જેન્‍તીભાઈના નાનાભાઈ પ્રવિણભાઈ અમરશીભાઈ આઠુ,ઉ.વ.૩૬ વાળા તથા તેના મીત્ર સાહેદ આકાશભાઈ કરશનભાઈ વાણીયા એમ બંન્‍ને જણાઓ આકાશભાઈનું સાઈન મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦- સી કયુ-૧૬રપ વાળુ લઈને કાલાવડ ગામમા જમવા જતા હોય અને મોટરસાયકલ આકાશભાઈ ચલાવતા હોય તથા પ્રવિણભાઈ પાછળ બેસેલ હોય જે દરમ્‍યાન હિરપરા સ્‍કુલના ગેઈટ સામે કાલાવડ જામનગર રોડ ઉપર પહોંચતા કાલાવડ ગામ બાજુથી સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-ઈ એ-૮૮૩૮ના ચાલક ગફલત ભરી રીતે ચલાવી આકાશભાઈના હોન્‍ડા સાથે ભટકાડી એકસીડન્‍ટ કરી ફરીયાદી જેન્‍તીભાઈના ભાઈ પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્‍યાન મોત નિપજાવી તથા સાહેદ આકાશભાઈને જમણા હાથના ભાગે ફેકચર ઈજા કીર તથા શરીરે ઈજાઓ કરી ગુનો કરેલ છે.

સમાધાન માટે બોલાવી માર માર્યો

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં મુનાફ ઉર્ફે મુસો હારૂનભાઈ સીદીકભાઈ ઓડીયા, ઉ.વ.૩૩, રે. કાશમીરપરા, કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, કાશમીનપરામા આવેલ મનોજ ગોહીલના ઘર પાસે આરોપીઓ વિશાલ પરમાર, વિશાલ સીતાપરા તથા કાનો, હિરેન એ ફરીયાદી મુનાફ ઉર્ફે મુસો તથા સાહેદ અખ્‍તર યુસુબભાઈ સુમરા, ઉ.વ.ર૩ વાળાને છેડતી બાબતેની માથાકુટમા સમાધાન માટે બોલાવી ચારેય આરોપીઓએ એકસંપ થઈ સાહેદ અખ્‍તરને માર મારી અંધારામા લઈ જઈ માથાના ભાગે કોઈ ધારદાર હથીયાર કે પદાર્થ વડે બે ઘા મારી એક ઘા મા સાત ટાકા જેવી તથા બીજા ઘા મા ત્રણ ટાકા જેવી ગંભીર ઈજાઓ કરી લોહી લોહાણ કરી ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે

(2:02 PM IST)