<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સાવરકુંડલામાં ૧૪ લાખની છેતરપીંડી કરનાર નાઇજીરીયન મહિલા આરોપીને ઝડપી લેતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ

મોટી રકમની ગિફટ લાલચ આપીને કસ્‍ટમ ડયુટી સહિતના ચાર્જના નામે રૂપિયા પડાવી લીધા'તા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨ : સાવરકુંડલાના ફરીયાદીને મોટી રકમની ગીફ્‌ટની લાલચ આપી, કસ્‍ટમ ડ્‍યુટી વગેરે ચાર્જના નામે ફરીયાદી પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્‍ટ ગુન્‍હો ડીટેક્‍ટ કરતી અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા કરાયો છે.

 ગૌતમ પરમાર, પોલીસ મહાનિરિક્ષક  ભાવનગર વિભાગ, ભાવનગરનાની  અને  અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી  ચિરાગ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સપેક્‍ટર વી.એમ.કોલાદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં આરોપી વેરોનીકા નામના નાઇજીરીયન શખ્‍સ (ઉ.વ ૨૭) હાલ રહે જી/૧૪૦૯, વર્ધમાન ગ્રીન કોર્ટ્‍સ   હરીયાણા, મુળ રહે -MBAISE, OBOWO, IMO STATE-NIGERIA વાળાએ ફરીયાદી સાથે અવાર નવાર મેસેજમા વાતો કરી ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીને મોટી રકમની ગીફ્‌ટની લાલચ આપી બાદ આ ગીફ્‌ટ દીલ્‍હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે, જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ ફરીયાદીને અવાર નવાર ફોન તથા ટેક્‍સ મેસેજીસ કરી તેમજ ફરીયાદીને કુરીયર કંપનીનાઓએ ઇન્‍કમટેક્‍સ ડીપાર્ટમેન્‍ટનો ટેક્‍સ તેમજ કસ્‍ટમ ડ્‍યુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્‌ટનુ પાર્સલ છોડવવા માટે ફરીયાદીના લ્‍ગ્‍ત્‍ એકાઉન્‍ટમાથી અલગ અલગ ટ્રાન્‍જેક્‍શન દ્વારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી ફરીયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુન્‍હો કરેલ.

આ ગુન્‍હામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા ગુન્‍હાની વિગતો ગુન્‍હામાં ઉપયોગમાં લિધેલ અલગ-અલગ મોબાઇલ નંબર તથા જુદા-જુદા બેંક એકાઉન્‍ટની વિગત તથા સોસીયલ મીડીયાના જુદા-જુદા એકાઉન્‍ટની વિગતો ચોક્કસાઇ પુર્વક ટેક્રિકલ સર્વેલન્‍સ તથા એનાલીસીસ આધારે આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડવામાં આવેલ છે.

 જેમાં (૧) એક બ્‍લ્‍યુ કલરનો IPHONE ૧૨ કિં.રૂ. ૩૦,૦૦૦/-

(૨) એક આછા બ્‍લ્‍યુ કલરનો IPHONE 12 PRO MAX કિં.રૂ.૫૦,૦૦૦/-

(૩) એક બ્‍લેક કલરનો SAMSUNG SM-J400/DS નો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૨,૦૦૦/-

(૪) એક બ્‍લેક કલરનો TECHNO કંપનીનો KES એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૨,૦૦૦/-

(૫) એક બ્‍લ્‍યુ કલરનો TECHNO કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧,૦૦૦/-

(૫) એક બ્‍લેક કલરનો NOKIA કંપનીનો સાદો મોબાઇલ ફોન કિં.રૂ.૧,૦૦૦/-

(૭) એક બ્‍લેક કલરનું HP કંપનીનું લેપટોપ કિં.રૂ.૧૫,૦૦૦/-

(૮) એક PASSPORT OF FEDERAL REPUBLIC OF NIGERIA નો પાસપોર્ટ કિં.રૂ.૦૦/

 PASSPORT OF SOUTH AFRICA REPUBLIQUE D' AFRIQUE DE SUD નો પાસપોર્ટ કિ.રૂા. ૦૦/૦૦ જપ્‍ત કરેલ છે.

 આ કામગીરી પોલીસ અધિક્ષક  હિમકરસિંહની સુચનાથી,   ચિરાગ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સપેક્‍ટર વી.એમ. કોલાદરા તથા પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  કે.એમ.પરમાર, ASI હેતલબેન ભારૂભાઈ, UHC આસીફભાઈ જમાલભાઇ. PC પળથ્‍વીરાજસિંહ માનસિંહ, PC અક્ષયભાઇ હરેશભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

(1:53 PM IST)