તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
ચોટીલા ખાતે શ્રી આપાગીગાના ઓટલે ભાવિકો મહાપ્રસાદની સાથે કેરીના રસનો રસાસ્વાદ માણો...
શિખંડના પ્રસાદનો પણ લાભ લેવા મહંત નરેન્દ્રબાપુની અપિલ

રાજકોટ : ચોટીલા પાસે આવેલા શ્રી આપાગીગાના ઓટલા ખાતે ભાવિકોને ર૪ કલાક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે આપાગીગાના ઓટલાના મહંત પૂ.નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુ દ્વારા તમામ લોકો માટે કેરીના રસના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે શ્રી આપાગીગાના ઓટલા ખાતે વર્ષ દરમિયાન દરેક પ્રસંગોને અનુરૂપ ભોજનરૂપી પ્રસાદ પીરસવામાં આવે છે. શિયાળાની સિઝનમાં ભકતોને અડદિયાનો પ્રસાદ આપવામાં આવે છે. મહા શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી જેવા તહેવારોમાં ફળ આહાર પીરસવામાં આવે છે. આટલું જ નહીં ર૪ કલાક સતત રસોડુ ધમધમતું રહે છે ચા-પાણી નાસ્તો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા લોકો માટે રાખવામાં આવે છે. રહેવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ભાવિકોએ ભોજનપ્રસાદનો લાભ લેવા પૂ.નરેન્દ્રબાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
