<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં 21789 બોક્‍સ કેરીની આવકઃ 10 કિલોના 550થી 950 રૂપિયા ભાવ બોલાયો

હાફુસ, રાજાપુરી, જામફળ, દાડમ, તરબુચ, સંતરા સહિતના ફળોની આવક

ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 21789 બોક્સ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 550 થી 900 રૂપિયા રહ્યો હતો.

    હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 700 થી 1200 રૂપિયા બોલાયો હતો.

    રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 350 થી 400 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 21219 બોક્સની આવક થઈ હતી.

    હાફુસ કેરીના 445 બોક્સની આવક થઈ હતી.

    રાજાપુરી કેરીના 125 બોક્સની આવક થઈ હતી.

(5:50 PM IST)