તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાજ્યકક્ષાની સિનિયર સિટીઝનની તરણ સ્પર્ધામાં પોરબંદરનાં ૬૪ વર્ષિય ગોપાલભાઇ કોટિયા પ્રથમ સ્થાને વિજેતા
12 વર્ષની ઉંમરે તરતા શીખી ગયા હતાં. હાલ ગોપાલભાઇ શ્રી રામ સી સ્વિમિંગ કલબનાં સભ્ય છે અને નિયમીત સમુદ્રમાં તરવા માટે જાય છે : ૫૦ મીટરની સ્પર્ધા ૩૦ સેકન્ડમાં પૂરી કરી

પોરબંદર તા.૩
રાજ્યમાં ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. રાજ્યકક્ષાની સિનિયર સિટીઝનની તરણ સ્પર્ધામાં પોરબંદરનાં 64 વર્ષિય ગોપાલભાઇ કોટિયા પ્રથમ સ્થાને વિજેતા બન્યાં છે. ગોપાલભાઇએ 50 મીટરની સ્પર્ધા માત્ર 38 સેકન્ડમાં પુરી કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. ગોપાલભાઇ 12 વર્ષની ઉંમરે તરતા શીખી ગયા હતાં. હાલ ગોપાલભાઇ શ્રી રામ સી સ્વિમિંગ કલબનાં સભ્ય છે અને નિયમીત સમુદ્રમાં તરવા માટે જાય છે.
અનેક લોકો નિવૃત્ત થયા બાદ ઘરે બેસીને જીવન વિતાવે છે. તેમજ ઘણા લોકો કોઇને કોઇ પ્રવૃત્તિમાં કાર્યરત રહે છે. રમત ગમત, વાંચન, ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક સંસ્થા વગેરેમાં કામ કરતા હોય છે. પોરબંદરનાં ગોપાલભાઇ કોટિયા શ્રી રામ સી સ્વિમિંગ કલબનાં સભ્ય છે અને આ કલબ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. કલબનાં સભ્યો સાથે સમુદ્રમાં તરવા માટે જાય છે અને અન્ય લોકોને તરતા પણ શીખવે છે. ગોપાલભાઇની ઉંમરની હાલ 64 વર્ષની છે. પરંતુ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ છે. તાજેરતમાં ગોપાલભાઇએ નવી સિદ્ધિ હાંસલ કરી છે.
ગોપાલભાઇ કોટિયાએ જણાવ્યું હતું કે, મારી 12 વર્ષની ઉંમર હતી ત્યારેથી સમુદ્રમાં તરવા માટે જાવું છે. 12 વર્ષની ઉંમરે તરતા શીખી લીધું હતું. બાદ ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ફાયર વિભાગમાં 12 વર્ષ નોકરી કર્યા બાદ હાલ નિવૃત છું અને શ્રી રામ સી સ્વિમિંગ કલબનો સભ્ય છું. અનેક લોકોને તરતા શીખવ્યું છે. હાલ મારી ઉંમર 64 વર્ષની છે. છતાં નિયમિત તરવા માટે જાવું છું. સમુદ્રમાં તરવાથી સાહસવૃતિમાં વધારો થાય છે. તેમજ અનેક શારીરિક સમસ્યાથી મુક્તિ મળે છે.
ગોપાલભાઇ કોટિયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં યોજાતી ઓપન સમુદ્રી તરણ સ્પર્ધામાં અનેક વખત વિજેતા બન્યો છું. છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહ્યો છું. વર્ષ 2022માં ખેલ મહાકુંભમાં દ્વિતિય સ્થાને વિજેતા બન્યો હતો. વર્ષ 2024માં સિનિયર સિટીઝનની તરણ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા બન્યો છું. 50 મીટરની સ્પર્ધા 38 સેકન્ડમાં પૂરી કરી વિજેતા બન્યો છું. રોજ છ વાગ્યે ઉઠી જાવ છું અને સાદુ ભોજન જ લવ છું.
(7:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
