તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
બગસરામાં ચોથા દિવસે તંત્ર દ્વારા એન.ઓ.સી બાબતે ચેકીંગ : વધુ બે કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ૪ બગસરામાં ચોથા દિવસે પાલિકા દ્વારા ફાયર એન ઓ સી ના ચેકિંગ દરમિયાન વધુ બે કોમ્પ્લેક્સ ને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આ બંને કોમ્પ્લેક્સ માં ૧૦૦ થી વધારે દુકાનો આવેલી છે ત્યારે સરદાર કોમ્પલેક્ષ તેમજ શ્રીનાથજી કોમ્પલેક્ષ આ બંને કોમ્પ્લેક્સ માં થઈને ૧૦૦ કરતા વધારે દુકાનો આવેલી છે ત્યારે પાલિકા દ્વારા આ બંને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ને સીલ કરતા વેપારીઓમાં ભય પ્રસરી ગયો હતો ત્યારે એક તરફ પાલિકા ચીફ ઓફિસર તેમજ મામલદાર અને પોલિશ સ્ટાફ ને વેપારી ઓ દ્વારા અરજ પણ કરવામાં આવી કે હાલમાં અમારે વેપાર ધંધા અમારે નથી તો આ કોમ્પ્લેક્સ ને શીલ ના કરો ત્યારે ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે અમારે ઉપર થી આ કામગીરી કરવા નો આદેશ છે તો અમારે ના છૂટકે આ કામ ગિરિ કરવી પડશે અને આપ તમામ લોકો ફાયર એન ઓ સી તત્કાલ કરાવી લો એટલે આપના કોમ્પ્લેક્સ નું શીલ હટાવી આપીશું જ્યારે બગસરા નું શ્રીનાથજી કોમ્પલેક્ષ નો ત્રીજો માળ ખૂબ જ જર્જરીત હોવાથી તેને પણ પાડી નાખવાની નોટીશ પણ ફટકારવામાં આવી હતી ત્યારે શહેર માં વધુ આ બે કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવતા વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
