<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કોડીનાર પાસે જમજીરના ધોધ પાસે ફોટો પડાવતી વખતે પગ લપસતા ધ્રોલના પરેશ પરમારના મોતથી અરેરાટી

પત્‍નિએ પતિનો સાથ ગુમાવ્‍યોઃ ર સંતાન પિતા વિહોણા

 

 

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૪: જામનગર જિલ્લાના ધ્રોલ ગામના પરેશભાઈ પરસોત્તમભાઈ પરમાર ઉં.વ.૩૪ તેમના પત્‍ની અને બે બાળકો તેમજ તેમના મિત્ર અને તેમના પત્‍ની સાથે જમજીરના ધોધ નું પ્રકળતિ સોંદર્ય જોવા અને ફરવા આજે સવારે આવ્‍યા હતા. દરમિયાન ગઈકાલે જ શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા ધોધ નો નજારો અનેરો હતો ધોધ જોવા આવેલા પરેશભાઈ ધોધ ની નજીક જઈને મોબાઇલમાં ફોટો પડવવા પોઝ આપવાની તૈયારી કરતા હતા એ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા ધોધના ઊંડા ધુનામાં ગરક થઈ ગયા હતા  બનાવ અંગે જિલ્લા કલેકટર અને કોડીનાર પોલીસમાં જાણ કરવામાં આવતા કોડીનાર પોલીસ,કોડીનાર મામલતદાર તેમજ ગીર ગઢડાના મામલતદાર તુર્તજ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરીને તેમના ચુનંદા તરવૈયાઓને ની ટીમ અને સ્‍થાનિક તરવૈયાઓની મદદથી જમજીરના ધોધે આવીને ત્રણ કલાકની જહેમત બાદ યુવાનના મળતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢયો હતો મળતક પરેશભાઈ ને ચાર વર્ષની દીકરી અને બે વર્ષનો દીકરો જે તેમની સાથે જ ફરવા આવ્‍યા હતા તેણે પિતાની છત્રછાયા ગુમાવી છે  બનાવની જાણ તેમના વતન ખાતે કરવામાં આવતા તેમના પરિવારજનો કોડીનાર દોડી આવ્‍યા હતા પોલીસે અકસ્‍માત ગુનો નોંધી મળતકને પીએમ માટે ખસેડી આપ્‍યો છે.

 આ સુપ્રસિદ્ધ જમજીરના ધોધ ની આસપાસ ન જવા તેમજ જોખમી રીતે ફોટા ન પાડવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પડાયેલું છે પણ અહીં ફરવા આવતા લોકો આ ધોધના સૌંદર્યને જોઈ અવારનવાર જાહેરનામાનો ભંગ કરી ફોટા પડાવવા અમે સેલ્‍ફી લેવા ના ચક્કર માં ઘણા લોકોએ પોતાનો અમૂલ્‍ય જીવ ગુમાવ્‍યા છે.  ત્‍યારે આવું દુઃસાહસ કોઈએ ન કરવું જોઈએ તેવું તંત્રએ જણાવ્‍યું છે.

(10:33 AM IST)