<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૩ - જૂનાગઢ લોકસભા સંસદીય મતવિસ્‍તારની મત ગણતરી

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૪:   ૧૩ -જૂનાગઢ સંસદીય મતવિસ્‍તારની મતગણતરીનો આરંભ આજરોજ કળષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી ખાતે  ઓબ્‍ઝર્વરશ્રીઓ, જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનીલ રાણાવસિયા, નિવાસી અધિક કલેક્‍ટર એન.એફ. ચોધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, તેમજ મદદનીશ રીટનિંગ ઓફિસરશ્રીઓની ઉપસ્‍થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો.

સૌપ્રથમ પોસ્‍ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ૧૩ જુનાગઢ લોકસભા મતવિસ્‍તારમાં સમાવિષ્ટ ૭ વિધાનસભાનાં સાત હોલ ખાતેનાં કાઉન્‍ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્‍ડમાં મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે ઉમેદવારો, વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રી, ચૂંટણી એજન્‍ટો વગેરેની ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉપરાંત હેલ્‍પ ડેસ્‍ક, મીડિયા સેન્‍ટર, સીસીટીવી ઇલેક્‍શન બ્રાન્‍ચ, પબ્‍લિક કોમ્‍યુનિકેશન રૂમ, એનઆઇસી કંટ્રોલરૂમ વગેરેમાં પણ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરીની આનુસંગિક પ્રક્રિયા થઈ રહી છે.(પારુલ આડેસરા - માહિતી ખાતુઃ રાજકોટ)

(10:56 AM IST)