તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પાલીતાણાના ચોક ગામમાં ઘરકામ અને કરિયાવર બાબતે ત્રાસ આપી પરિણીતાને મરવા મજબૂર કરવાના સાસરીયા સામે ગુનો
વિરવાના કૃષ્ણપાલસિંહ જાડેજાની બહેનના પાલીતાણામાં રહેતો પતિ કુલદીપસિંહ સરવૈયા, નણંદ રીનાબા સરવૈયા, સાસુ હંસાબા અને સસરા ગુલાબસિંહ સામે લોધીકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૪: ભાવનગરના તાલીતાણામાં પરિણીતાને ઘરકામ અને કરિયાવર બાબતે મેણાટોણા મારી મારકુટ કરી ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનારા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે લોધીકા પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ લોધીકાના વીરવા ગામમાં રહેતા કૃષ્ણપાલસિંહ હરવિજયસિંહ જાડેજા (ઉ.વ. ૩૩) એ લોધીકા પોલીસ મથકમાં પાલીતાણામાં રહેતા બહેનના પતિ કુલદીપસિંહ ગુલાબસિંહ સરવૈયા, સાસુ હંસાબા સરવૈયા, સસરા ગુલાબસિંહ સરવૈયા અને નણંદ રીનાબા સરવૈયા સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક ધર્મીષ્ઠાબાના ભાઇ કૃષ્ણપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે રાજકોટમાં ફાયનાન્સ ઓફીસમાં નોકરી કરે છે. પોતે બેભાઇ અને એક બહેનમાં મોટા છે. પોતાના નાના બહેન ધર્મીષ્ઠા બેનના લગ્ન ચાર વર્ષ પહેલા પાલીતાણાના ચોક ગામના કુલદીપસિંહ ગુલાબસિંહ સરવૈયા સાથે થયા હતા. તા. ર૩/પના રોજ પોતે તથા પિતા બંને માતા બિમાર હોઇ તેથી તેને લઇને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ભાઇ દુકાને ગયો હતો. ત્યારે પોતાના બહેન ધર્મીષ્ઠાબા ઘરે એકલા હતા બાદ સાંજે બહેન ધર્મીષ્ઠાબાનો પોતાના મોબાઇલમાં ફોન આવેલ તેણે કહેલ કે ‘મમ્મીની તબીયત કેમ છે. ડોકટરે શું કરયું, તમે કયારે ઘરે આવો છો' તેમ વાત કરી હતી. બાદ પોતે માતા અને પિતાને ઘરે ઉતારી ત્યાંથી શાપર જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ગામની બહાર પહોંચતા કાકાના દીકરા પ્રતીપાલસિંહ જાડેજાનો ફોન આવતા તેણે કહેલ કે ‘બહેન ધર્મીષ્ઠાબાએ રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો છે.' તેમ વાત કરતા પોતે ઘરે તુરત જ પહોંચી બહેનને સારવાર માટે કારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા બાદ ત્યાં તપાસનીસ તબીબે બહેનનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવમાં મૃતક ધર્મીષ્ઠાબાના લગ્ન થયા બાદ એક વર્ષ બાદ પતિ, સાસુ, સસરા અને નણંદ તેને ઘરકામ અને કરિયાવર બાબતે આવર નવાર મેણા ટોણા મારતા હતા. બહેનની તબીયત સારી ન હોઇ તો હોસ્પિટલે ન લઇ જતા અને નણંદ, સાસુ કરિયાવર બાબતે બહેનને મારકુટ કરતા અને કહેતા કે ‘મારો દીકરો કુલદીપસિંહ કોર્ટમાં નોકરી કરે છે તો પણ તું ઓછો કરીયાવર કેમ લાવી છો' તેમ કહેતા અને વિરવામાં કાંઇ પ્રસંગ હોય તો પીયરમાં આવવા દેતા નહીં અને આ બધું અઢી વર્ષ પહેલા પોતે ભાવનગર પોતાના બહેનના ઘરે ગયા જયારે બહેન ધર્મીષ્ઠાબાએ પોતાને વાત કરી હતી તેની તબીયત સારી ન હોઇ તે બાબતે માતા, પિતાને વાત કરી હતી બહેને પોતાને કહ્યું હતું કે ‘તમે મારા ઘરે આવયા હતા ત્યારે પતિએ કરેલ કે ‘તારા ભાઇને પોલીસ કેશમાં ફીટ કરી દેવો છે. અને પોતે કોર્ટમાં નોકરી કરે છે. કોઇથી ડરતો નથી તેમ કહી દે જે તારા પિતાને તેમ ધમકી પણ આપી હતી અને કહેલ કે ‘મારા ઘરે તારા માવતરમાંથી કોઇએ આવવાનું નહીં તેમ બહેનને પોતાને વાત કરી હતી. આ લોકોના ત્રાસથી કંટાળી તેણે અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ધર્મીષ્ઠાબેને પતિ, સાસરીયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. લોધીકા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરી પી.એસ.આઇ. કે. વી. પરમારે તપાસ હાથ ધરી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
