<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સિક્કિમના પ્રવાસે દિલીપભાઇ સંઘાણી

કૃષિ-સહકારી પ્રવૃત્તિઓના વિસ્‍તરણ અભિગમ સાથે દેશના મહત્‍વપૂર્ણ સરહદી રાજય : રાજયપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યની શુભેચ્‍છા મુલાકાત : ગુજકોમાસેલના ડીરેકટર સહિત સ્‍થાનિક સહકારી અગ્રણીઓની ઉપસ્‍થિતિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૪ : દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કળષિ-સહકારને દેશના સર્વાગી વિકાસમા વિવિધ ક્ષેત્રે સામેલ કરવા અને તે દ્રારા સહકાર અને કળષિને વ્‍યાપક વિસ્‍તારપર મૂકવાના અભિગમ સાથે દેશના મહત્‍વપૂર્ણ સરહદી રાજય સિક્કિમના પ્રવાસે પહોચેલા ઈફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી એ રાજયના પાટનગર ગંગટોક ખાતે મહામહિમ રાજયપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ની શુભેચ્‍છા મૂલાકાત વેળા જણાવેલ. સરહદ અને પ્રાકળતિક સંપદાઓથી ભરપુર રાજયમા સહકારી પ્રવળતિઓ અને તેના નાગરિક લક્ષી લાભાલાભની ચર્ચા-વિચારણા કરવામા આવી હતી.

સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ  મોદી-સહકાર મંત્રી અમીતભાઇ શાહ સહકારી પ્રવળતિને ઉજાગર કરી ભૌગોલીક વાતાવરણ અનુસાર ખેત ઉત્‍પાદ, જમીન ફળદ્રુપતા, ફળ-ઝાડ ઉછેર, હાથવણાંટ જેવી ઘરઆંગણે રોજગારી આપતી વિવિધ પ્રવળતિઓને સહકારમાં સામેલ કરી નાગરિકો, રાજય અને દેશના વિકાસમા સહભાગી થવાપર ભાર મૂકયો હતો.

સિક્કિમ રાજયના પ્રવાસે પહોચેલા દિલીપભાઇ સંઘાણીને સ્‍વાગત સાથે આવકારેલ તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.(

(12:28 PM IST)