<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પોરબંદરને હરિયાળુ બનાવવાનું અભિયાનઃ વૃક્ષારોપણ માટે ૬૦ લાખથી વધુ ખર્ચ

૪૧૦૦ વૃક્ષો માટે નગરજનોએ સ્‍વયંભૂ નોંધણી કરાવીઃ ગ્રીન પોરબંદર માટે દાત્તાઓ આગળ આવ્‍યા : કોઇ વ્‍યકિત પોરબંદર પ્‍લેનમાં આવે તો ઉપરથી ગ્રીનરી દેખાતી નથીઃ અર્જુનભાઇ મોઢવાડીયા : એક વૃક્ષારોપણ પાછળ એક ધર્મશાળાના નિર્માણ જેટલી તાકાત : પૂ. ભાઇશ્રી : એક વ્‍યકિત એક વૃક્ષ મોટુ કરવાની તકેદારી રાખેઃ ભરતભાઇ લાખાણી : વૃક્ષો ઉપર દાત્તાઓના નામની તખતી લગાડાશેઃ રામદેવભાઇ મોઢવાડીયા : વૃક્ષારોપણ અંગે ચિંતનને આપણો ચરિતાર્થ કરવાનું છેઃ ભાનુ પ્રકાશજી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: શહેરને હરીયાળું બનાવવા સામાજીક અગ્રણીઓ રામદેવભાઇ મોઢવાડીયા, પ્રવીણભાઇ ખોરાવા તથા ધર્મેશભાઇ પરમારની આગેવાની હેઠળ વૃક્ષારોપણ અભિયાન શરૂ  કરવામાં આવ્‍યું છે. આ વૃક્ષારોપણ અભિયાન માટે ૬૦ લાખથી વધુ ખર્ચ કરાશે.

ઉજ્જડ પોરબંદરને ૫૦૦૦ વળક્ષોના માધ્‍યમથી બનાવાશે  લીલુછમ્‍મ બનાવવા નટવરસિંંહજી ક્‍લબ ખાતે યોજાયેલી  બેઠકમાં ચર્ચા બાદ રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારના નેતળત્‍વમાં  શહેરની અનેક સામાજિક સેવાભાવી સંસ્‍થાઓના સહયોગથી મહા અભિયાનનો  શુભારંભ થયો છે. ગાંધી અને સુદામાની નગરીને હરિયાળી બનાવવા માટે ૪૧૦૦ વળક્ષો માટે નગજનોએ  સ્‍વયંભુ નોંધણી કરાવી છે. રાજકોટના સદ્વાવતના સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી વિજયભાઇ ડોગરીયા અને તેની ટીમ વળક્ષોના રોપાથી લઇ ઉછેરવા સુધીની જવાબદારી સંભાળી છે. પોરબંદર જીઆઇડીસી એસોસિએશને  જવાબદારી સંભાળી છે. ૨૦૦૦ વળક્ષોનું કરશે રોપણ. ૬૦ લાખથી વધુના ખર્ચે  પોરબંદરને હરિયાળુ બનાવાશે તેવો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.

ગાંધી અને સુદામાનગરી પોરબંદરને હરીયાળુ  બનાવવા પોરબંદર શહેરના સમાજ શ્રેષ્ઠીઓએ  જવાબદારી સંભાળી  છે. ગઇકાલે પોરબંદરના નટવરસિંહજી કલબમાં મહત્‍વની બેઠકનુ આયોજન કરાયુ હતુ જેમાં ૪૧૦૦ વળક્ષો માટે નગરજનોએ સ્‍વયંભૂ નોંધણી કરાવી હતી, અને ૫૦૦૦ જેટલા વળક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્‍યું હતું.

સામાજિક અગ્રણીઓ રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમાર દ્વારા આ અભિયાનની શરૂઆત થઈ છે.ભારતમાં દર વર્ષે ગરમી પારો  રેર્કોડ તોડી રહ્યો છે. ગ્‍લોબલ વોમિંગના કારણે આજે તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. જે ભવિષ્‍યના મનુષ્‍ય માટે રેડ એલર્ટ સિગ્નલ સમાન કહી શકાય છે. આપણે  પ્રકુતિને બચાવવા અને વળક્ષોની જાળવણી તેને વધુ વધુ રોપણ કરવા તે આપણા સૌની નૈતિક જવાબાદારી છે. પોરબંદરને ગ્રીન બનાવવા રવિવારના રોજ નટરવસિંંહજી કલબ ખાતે મહત્‍વની મીટીગ યોજાઇ હતી. પોરબંદર તાલુકા રેડક્રોસ શાખાના પ્રમુખ રામદેવભાઈ  મોઢવાડીયા,પાયોનીયર કલબના ઙ્કમુખ ઙ્કવીણ ખોરાવા,પોરબંદર ગ્રીનના કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર દ્વારા જણાવાયું છે કે,પોરબંદરમાં  સંસ્‍થાઓના ઉપક્રમે પાંચ હજાર જેટલા વળક્ષોનું વાવેતર કરવાની સાથોસાથ તેનો ઉછેર પણ કરવામાં આવશે જેમાં લીમડો,પીપળો,વડલો જેવા ૧૦૦ વર્ષ કે તેથી વધુ આયુષ્‍ય ધરાવતા અને ઙ્કકળતિ તથા પર્યાવરણને ઉપયોગી એવા આ વળક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવાની સાથોસાથ તેનો વ્‍યવસ્‍થિત ઉછેર પણ કરવામાં આવનાર છે. નટવરસિંહજી કલબ ખાતે યોજાયેલી મીંટીગમાં ઉપસ્‍થિત તમામ નગરજનોએ ૫૦૦૦ વળક્ષો રોપાણના સંકલ્‍પો લીધા હતા. નટરસિંહજી કલબમા યોજાયેલ બેઠકમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, સ્‍વામી ભાનુઙ્કકાશજી, પોરબંદરના પૂર્વ ધારાસભ્‍ય અર્જુન મોઢવાડીયા તથા પાલિકા ઙ્કમુખ ચેતનાબેન તિવારી, પાયોનીયર કલબના ઙ્કવીણભાઇ ખોરાવા, રેડક્રોસના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા કોડીનેટર ધર્મેશભાઇ પરમાર હાજર રહયા હતા.

 સુરખાબીનગરી પોરબંદરને ગ્રીન બનાવવા દાતાઓ પણ આગળ આવ્‍યા છે. જેમાં સૌથી મોટી  જવાબદારી  પોરબંદર જીઆઇડીસી એસોસિએસને લીધી છે. જીઆઇડીસી એસોસિએશનના જીણુભાઇ દયાતર અને ધીરુભાઇ કક્કડ તથા તેમની ટીમ દ્વારા રુપિયા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩૦ લાખના ખર્ચે   ૨૦૦૦ વળક્ષોનુ દાન નોધાવ્‍યુ છે. તેમજ પૂર્વે નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ મજીઠીયા તથા લાયન્‍સ સોસાયટીના વિનુભાઇ દાતાણી, સુરેશભાઇ ગાંધી, અરુણભાઇ શાહ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩,૭૫,૦૦૦ના ૨૫૦ વળક્ષો તથા પાયોનિયર કલબના પ્રવીણભાઇ ખોરાવા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩ લાખના ખર્ચે  ૨૦૦ વળક્ષો, નીરજ મોનાણી દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩,૭૫,૦૦૦ના ૨૫૦ વળક્ષો , આનંદભાઇ દાતાણી દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩,૭૫,૦૦૦ના ૨૫૦ વળક્ષો , પોરબંદર મેડીકલ એસોસિએશન (રાજદીપસિહ જેઠવા) દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૭૬,૫૦૦ ૫૧ વળક્ષો તેમજ સિલ્‍વર સી ફુડના વિરેન્‍દ્રભાઇ  દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩ લાખના ખર્ચે  ૨૦૦ વળક્ષો માટે આપવામાં આવ્‍યા હતા.

જાણીતા તબીબ ડો.નિતિ લાલ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૧,૫૧,૦૦૦ ખર્ચે ૧૦૦ વળક્ષો , કેતનભાઇ ગજ્જર દ્વારા દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૧,૫૧,૦૦૦ ખર્ચે ૧૦૦ વળક્ષો, ફુલાબેન આદ્રોજા દ્વારા દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૧,૫૧,૦૦૦ ખર્ચે ૧૦૦ વળક્ષોનુ અનુદાન, રાજેશભાઇ પાંજરી (અમર સી ફૂડ) દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૧,૦૦,૦૦૦ ના ખર્ચે ૬૭ વળક્ષો, સુદામા પ્‍લાયવુડ અંબાસભાઇ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૫૦,૦૦૦ના ખર્ચે ૩૩ વળક્ષો, પટેલ એકેડમીના ધવલ સર દ્વારા દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૭૫૦૦૦ ખર્ચે ૫૦ વળક્ષો, સ્‍વ હરીલાલ ગગનભાઇ શિયાળ હસ્‍તે પવનભાઇ શીયાળ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૪૫૦૦૦ ખર્ચે ૩૦ વળક્ષો, પોરબંદર ડીસ્‍ટ્રીક ચેમ્‍બર ઓફ કોમર્સ અનીલભાઇ કારીયા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૭૫૦૦૦ ખર્ચે ૫૦ વળક્ષો, દીલીપભાઇ સાજણભાઇ ઓડેદરા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૭૬૫૦૦ ખર્ચે ૫૦ વળક્ષો, ઓડેદરા અરજન વજશી એક વળક્ષના ૧૫૦૦ લેખે ૫૧૦૦૦ ખર્ચે ૩૪ વળક્ષો અનુદાન વળક્ષો, અલ્‍પેશભાઇ પલાણ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩૧૫૦૦ ખર્ચે ૨૧ વળક્ષો, કલ્‍પેશભાઇ પલાણ દ્વારા એક વળક્ષના ૧૫૦૦ લેખે ૩૭૫૦૦ ખર્ચે ૨૫ વળક્ષો, દીલીપભાઇ મોઢવાડીયા(હઝૂર હોટેલ) એક વળક્ષના ૧૫૦૦ લેખે ૭૫૦૦૦ ખર્ચે ૫૦ વળક્ષો માટે દાન આપવામાં આવ્‍યુ છે.

પોરબંદરને હરિયાળુ બનાવવાની મુહિમા ડો.શેઠ, ડો.દર્શક પટેલ, ડો.ગરેજા, ડો.કલ્‍પિત પરમાર, નિરજભાઇ મોનાણી, સેવાભાવિ ભરતભાઇ રુઘાણી, સુધરાઇ સભ્‍ય ધવલભાઇ જોષી, દિપેનભાઇ ગોરસીયા, અનિલભાઇ કારીયા, અશોકભાઇ કોટેચા, આકાશભાઇ લાખાણી, નરેશભાઇ થાનકી, આનંદ દતાણીના સહયોગથી આ કામગીરી થઇ રહી છે.

પોરબંદરને હરિયાળુ બનાવવા સદ્વાવાના ટ્રસ્‍ટે મોટી જવાબદારી લીધી છે. જેમાં ટ્રસ્‍ટ દ્વારા વળક્ષોના રોપાથી લઇ ઉછેર સુધીની જવાબદારી લીધી છે.કુદરતી આફતો સમયમાં વળક્ષને નુકસાન પહોચશે તો ફરી વાવેતર કરાવામાં આવશ અને તેને પાણી ખાતર સહિત જરુરરિયાત પુરી પાડવામાં આવશે.

પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્‍યું હતું કે હું ઘણીવાર કથાઓમાં પણ કહેતો હું છું કે એક વળક્ષ વાવો અને હમણાં  જેમ વિજય ભાઈએ કહ્યું તેમ આપણે એક વળક્ષ હેઠળ જીવીએ છે. મનુષ્‍યને પણ એના ફળ મળે છે અને પશુ પક્ષીઓ પણ વળક્ષના ફળ ખાય છે. ધર્મશાળા લાખો રૂપિયાના ખર્ચે કરોડ રૂપિયા ખર્ચે બનાવવાની આપણી ક્ષમતા ના હોય પણ જો મનુષ્‍ય એક વળક્ષ વાવે તો એક ધર્મશાળાનો નિર્માણ કરે તેવી તાકાત છે. કેટલાય પક્ષીઓને તે વળક્ષમાં આશ્રય મળે છે. ભેંસ પણ આ કાળા તડકામાંથી બચવા માટે વળક્ષ નીચે આટા લગાવે છે.

એક વળક્ષ એટલે એક ઔષધાલય છે. આપણે એક વળક્ષ વાવીએ તો એક ધર્મશાળા એક અન્નક્ષેત્ર અને એક ઔષધાલય , એક મંદિરનું નિર્માણ કરી શકીએ છે. હળદરને આપણા વડીલોએ સર્વ ઔષધિ કહી છે. તેના જેવી એન્‍ટીબાયોટિક  એક પણ વસ્‍તુ નથી. તેમાંથી કંકુ બને છે અને આપણે તેનો ઉપયોગ પૂજાઓમાં કરીએ છીએ. એટલા માટે આપણી ધરતી ઉપર આ બધા જ વળક્ષોનો એક મહત્‍વ છે. આપણા ઋષિમુનિઓ આ વળક્ષોની પૂજા કરતા અને આજે પણ આપણે વળક્ષોની પૂજા કરીએ છીએ. જેથી આપણે સૌ સાથે મળી પોરબંદરને હરિયાળું બનવા એકબીજાના સહકારથી સહભાગી બનીએ.

પૂ.ભાઇશ્રીએ જણાવેલ કે, હું અમદાવાદ હતો ત્‍યારે મને જાણવા મળ્‍યું એક ખાનગી ન્‍યુઝ પેપર તેમજ એક ચેનલ દ્વારા તાપમાન માપવાનો એક સર્વે કરવામાં આવ્‍યો જેમાં ચોકાવનારા આંકડાઓ સામે આવ્‍યા છે જેમાં એવું જાણવા મળ્‍યું કે જે દિવસે અમદાવાદના ૪૫ ડિગ્રી હતું ત્‍યારે ત્‍યારે જો ડામર રોડનું તાપમાન જોયું તો ૭૧ ડિગ્રી નીકળ્‍યું. આમાં તો પાણી પણ ઉકડી જાય તેટલું ધરતીનું તાપમાન ગરમ નીકળ્‍યું આ ઉપરાંત સિમેન્‍ટ રોડનું ૬૪ ડિગ્રી તથા જ્‍યાં બ્‍લોક નાખેલા હતા ત્‍યાં ૬૧ ડિગ્રી તેમજ જ્‍યાં વળક્ષો હતા ત્‍યાંનું તાપમાન ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયો હતો. પોરબંદરના તંત્ર દ્વારા નરસંગ ટેકરીથી લઇ ત્રણ માઇલ સુધી રોડની વચ્‍ચે પિંજરા સાથે વળક્ષો મૂકવામાં આવ્‍યા છે. કયારેક પિંજરા નમી જાય છે ત્‍યારે આપણે એમ નથી થતું કે તેને ઉભા કરી અને સીધા કરીએ જેથી ટકી જાય. મારે સરકારી શાળાઓની આસપાસ વળક્ષોનું રોપણનું આયોજન કરવું છે. સ્‍કૂલોની આસપાસ પણ વધુ હરિયાળી રહે અને બાળકોને પણ આનંદથી રહી શકે તે માટે કંઈક કરવું છે. બધા પોરબંદરવાસીઓએ જાગળત થઈ ૫૦૦૦ વળક્ષોનો જે અભિયાન શરૂ કર્યો છે તેમાં સહભાગી થઈએ તે આપણા અને ભવિષ્‍યના લોકો માટે હિત માટે છે.

પૂર્વ ધારાસભ્‍ય અર્જુન મોઢવાડિયા એ પોતાના વક્‍તવ્‍યમાં નગરજનોને કહ્યું હતું કે જે વિજયભાઈ હમણાં વાત કરતા હતા કે સૌથી ઓછા વળક્ષો પોરબંદરમાં છે. એવું ન હતું કે પોરબંદરમાં વૃક્ષો નહોતા. આખો એમજી રોડ છે કે જ્‍યાં વળક્ષ રહેવા દીધા નથી. આપણે બધાએ ભેગા થઈને ખાટકીનું કામ કર્યું છે વળક્ષોને કાપી નાખ્‍યા છે, શું કરવા  કાપ્‍યા છે ? આગળ જે જેની પ્રોપર્ટી હતી એને બાલ્‍કની બહાર કાઢી અને વળક્ષો નડે નહિ એટલા માટે તેને કાપી નાખવામાં આવ્‍યા છે. એમ કરી કરીને અત્‍યારે હાલ પોરબંદરના વળક્ષો રહેવા દીધા નથી. જો કોઈ વ્‍યક્‍તિ પ્‍લેનમાંથી પોરબંદર આવે અને પોરબંદરને જુઓ તો સમ ખાવા ખાતર પણ વળક્ષો તે ગ્રીનહરી દેખાઈ નહીં. એની જગ્‍યાએ અન્‍ય જિલ્લાઓમાં અન્‍ય શહેરોમાં ગ્રીનહરી દેખાય છે. હાલ વળક્ષારોપણ કરવાનો વારો એટલા માટે આવ્‍યો છે કે આપણે આપણા શહેરને બરબાદ કરી નાખ્‍યું છે. એવું પણ લાગે છે કે જો આવું ને આવું રહ્યું તો પૂજ્‍ય ભાઈશ્રી ભાગવત કથા તો કરે છે પણ કયાંક વળક્ષ કથા કરવી પડે તેવી સ્‍થિતિનું નિર્માણ ન થાય. જો આવું ને આવું ચાલ્‍યું તો મનુષ્‍યના અસ્‍તિત્‍વની જે સ્‍થિતિ છે તે ટકી નહીં શકે.

રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્‍યું હતું કે પોરબંદરને હરિયાળું બનાવવા માટે મારી વાડી મીટીંગ કરવામાં આવી હતી જેમાં પોરબંદર પ્રકળતિ પ્રેમી લોકો હાજર રહ્યા હતા ત્‍યારબાદ અમે ભાઈશ્રી ને મળીયા ત્‍યારબાદ આખું આયોજન નક્કી થયું અને આ આયોજનમાં રાજભા જેઠવાનો સહયોગ મળ્‍યો છે.સદભાવના ટ્રસ્‍ટના વિજયભાઈ કહ્યું કે વળક્ષોના ઉછેરવા માટે પાણી ખાતર સહિતની જવાબદારી સંભાળીએ પણ પોરબંદરમાં ૨૦૦૦ હજાર વળક્ષોનો પ્રોજેકટ હોય તો જવાબદારી સંભાળીએ તેમ જણાવ્‍યું હતું. ૩ હજાર રૂપિયાની અંદર જે દાતા હશે તેને ટકતી જાણ પણ લાગશે તેમજ તેના મોબાઈલ નંબર પર તેનું સ્‍ટેટ્‍સ મળતું રહેશે.જો વળક્ષો બળી જશે તો અમે ફરી રોપણ કરીશું તેમ જણાવ્‍યું હતું.જોઈ કોઈ ૧૫૦૦ રૂપિયાનો દાતા કોઈ આવશે તો અમે ૧૫૦૦ રૂપિયાનો દાતા સદભાવના ટ્રસ્‍ટ શોધીને વળક્ષો માટે કામગીરી કરવામાં આવશે. એટલે એક વૃક્ષની અંદર બે તકતીઓ લગાડાશે.

આ વિચારને આગળ વધારવા માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. અત્‍યાર સુધીમાં ૪૧૦૦ વળક્ષો માટે નોંધણીનો આંકડો પહોચી ગયો છે.પોરબંદરને ગ્રીન બનાવવા લોકો ઘણો સાથ અને સહકાર મળી રહ્યો છે. આપણે પોરબંદરમાં ૫ હજાર વળક્ષો રોપણ કરવાનું છે તે આપણે સાથે મળીને કરવાનું છે. પોરબંદર વિવિધ સેવાભાવી સંસ્‍થા અલગ અલગ વિસ્‍તારની જવાબદારી લે  તો આપણું પોરબંદર ગ્રીન પોરબંદર બનતા વાર લાગશે નહિ. પોરબંદરના હરિયાળું બનવા અમારા દ્વારા ધક્કો માર્યો છે. હવે આપણે એકબીજા સહકારથી પોરબંદરને હરિયાળું બનાવવાનું છે તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

સદભાવના ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી વિજયભાઈ ડોંગરીયાએ  વક્‍તાઓમાં જણાવ્‍યું હતું કે આજદિન સુધી આમારા દ્વારા ૨૫ લાખ જેટલા ઝાડવા મોટા કર્યા છે. અઢીસો કરોડ કરતા વધુ ફંડ અમને આ ઝાડ ઉછાળવા માટે આપ્‍યા છે. ૧૫૧ કરોડ વળક્ષ આખા ભારતમાં વાવી આખા ભારતને ગ્રીન કરવું અમારી સંસ્‍થાનું સંકલ્‍પ અને સપનું છે. આપણે સૌ વિસ્‍તાર વાઈઝ સાથે મળીએ કામ કરશું તો જ થશે. સંસ્‍થા દ્વારા પોરબંદર વિઝીટ કરવામાં આવી છે આ વિઝિટમાં ચોકાવનારો જોવા મળ્‍યું છે જેમાં સીટી વિસ્‍તારમાં ચક્કર લગાવતા જોવા મળ્‍યું કે એક પણ વળક્ષ નથી માત્ર ને માત્ર ગાંડા બાવળો છે. મને કયાંય સુંદર વડ જોવા મળ્‍યો નથી કયાંય એક પીપળો પણ જોવા મળ્‍યો નથી.

ખરેખર ગુજરાતના આટલા બધા જિલ્લાઓમાં વળક્ષોની બાબતમાં સૌથી નબળું હોય તો તે પોરબંદર શહેર છે. આપણા પોરબંદરને કેમ હરિયાળું બનાવીએ તે આપણા સૌને જવાબદારી છે. વળક્ષનું નામ પડે એટલે માત્ર ઓક્‍સિજન યાદ આવે છે પણ તું વળક્ષો ઓક્‍સિજન સિવાય અન્‍ય વસ્‍તુઓ પણ આપણને આપે છે. લાખો જીવોનો આશરો આ વળક્ષો આપે છે. ચાર વર્ષ સુધી જો વળક્ષોને ઉછેર્યા બાદ પાણી પાવામાં આવે તો પક્ષીઓ અને અન્‍ય જીવોને તે ઘણી રીતે ખોરાક રૂપી મદદ થઈ શકે છે તેમ વિજયભાઇ ડોંગરીયાએ જણાવેલ છે.

વકીલ ભરતભાઈ લાખાણીએ નટવરસિંહ ક્‍લબમાં આયોજિત કાર્યક્રમમાં સંચાલનનો દોર સાંભળ્‍યો હતો એને તેમણે કહ્યુ હતુ કે આપણે સૌ સાથે મળી પોરબંદરને હરિયાળુ બનાવવાનુ છે. દરેક વ્‍યકિત એક વળક્ષ વાવી તેને ઉછેરે તે જરુરી બની ગયુ છે. પોરબંદરના નગરજનોને વિનંતી છે કે પોરબંદરને હરિયાળુ બનાવવાના અભિયાનમાં આપણે સાથે મળી એકબીજા સહકાર આપીએ.

સ્‍વામિનારાયણ ગુરુકુળના શાષાી સ્‍વામી ભાનુ પ્રકાશજીએ પણ  નટરવસિહજી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યુ હતુ કે આપણે સૌ અહી ભેગા થયા છે અને ચિંતન કયુ છે. હવે આપણે તેને ચરિતાર્થ કરવાનું છે. આપણે આપણા પોરબંદરને હરિયાળુ બનાવવાનુ છે. આ કાર્યમાં આપણે એકબીજા સહકારની જરુર પડે છે. સુરખાબીનગરી આવતા વર્ષોમાં હરિયાળી નગરી બને તે આપણે સૌની જવાબદારી છે.

વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા સંત રમેશભાઈ ઓઝા સ્‍વામિનારાયણ ગુરુકુળના શાષાી સ્‍વામી શ્રી ભાનુપ્રકાશ દાસજી પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્‍ય આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પાયોનીયર ક્‍લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્‍ટર ચેતનાબેન તિવારી, ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બરના અનિલભાઈ કારિયા, જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, સિનિયર તબીબ ડોક્‍ટર સુરેશભાઈ ગાંધી, ડોક્‍ટર ભરતભાઈ ગઢવી,  રાજભા જેઠવા, સૌરાષ્‍ટ્ર કેમિકલ્‍સ ફેક્‍ટરીના અદરોજા, સામતભાઈ ઓડેદરા ફારુકભાઈ સુર્યા, વિનુભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, અર્જુનભાઈ, રામભાઈ, રાણાભાઇ, નિધીબેન શાહ મોઢવાડિયા, વિજયભાઈ ઉનડકટ સહિત પોરબંદરની અનેક સામાજિક અને સેવાભાવી સંસ્‍થાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શહેરને હરિયાળું બનાવવાનો સહુએ સંકલ્‍પ લીધો હતો. કાર્યક્રમનું  સંચાલન ભરતભાઈ લાખાણીએ  કર્યું હતું.

(12:30 PM IST)