તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
સુરેન્દ્રનગર બેઠક ઉપર ફરીવાર ભાજપનો વિજય પોણા લાખની જંગી લીડથી ચંદુભાઈ શિહોરાની જીત થઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,૪ : સુરેન્દ્રનગર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા ત્યારે લોકસભા સીટ પણ ભાજપના હાથમાં જ રહે તે સ્પષ્ટ છે. સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ ૭ વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાં:- વિરમગામ, ધંધુકા, દસાડા, લિંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા સામેલ છે.
આજે સવારથી એમપી શાહ કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો ત્યારે તમામ જિલ્લા અને તાલુકા મથક હોય મતગણતરી ની પેટીઓ ખોલવામાં આવી હતી ત્યારે સવારથી જ વધઘટ વચ્ચે ભાજપ આગળ રહી હતી અને અત્યારે જ્યારે બપોરે ત્રણ વાગયે લખાઈ રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે ચંદુભાઈ સિહોરા ની જીત થઈ છે જેઓ હાલમાં અંદાજિત ૨,૭૫,૦૦૦ જેટલા મતોથી જીત મેળવી અને ભાજપના કાર્યકરો અને ધારાસભ્યો સાથે ખુશી વ્યક્ત કરી છે ત્યારે બીજી બાજુ ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિતના મતગણિતના સ્થાન ઉપર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં એક પણ ફેક્ટર ભાજપ સામે કામ ન આવ્યું હોય તેવી સ્પષ્ટપણે બહુમતી પ્રાપ્ત કરી છે. સુરેન્દ્રનગર શહેરમાં આટલો મોટો વિરોધનો જુવાળ જોવા મળ્યા હોવા છતાં પણ ભાજપના ચંદુભાઈ સિહોરા ૨,૭૫,૦૦૦ જેટલા મતોથી વિજય પ્રાપ્ત કરી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે હાલમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની ઘટનાને ધ્યાનમાં લઇ અને ભાજપે ઉજવણી મોકૂફ રાખી છે અને તેમના કાર્યકરો સાથે જીતનો જશ્ ન ન મનાવવાનું પણ મોકૂફ રાખ્યું છે ત્યારે હાલમાં ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લાની સીટ ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે ૧૭ રાઉન્ડના અંતે ભાજપની જીત નિヘતિ પણે જોવા મળી હતી ત્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા ની હાર થયેલ છે અને ભાજપના ચંદુ શિહોરા ની જીત ભાજપમાંથી થઈ છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
