<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વિરમગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી ૨ યુવકોના મોત

ન્‍હાવા ગયેલા અયાન મુસ્‍તુફાભાઇ ઘાંચી અને રેહાન ઇમ્‍તિયાઝભાઇના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૪: વિરમગામ સોકલી કેનાલમાં ન્‍હાવા પડેલા બે આશાસ્‍પદ યુવાનો ના ડુબી જવાથી મોત - પરિવાર માં માતમ છવાયો છે.

વિરમગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્‍ય કેનાલ મા ન્‍હાવા પડેલા બે યુવકો ડુબ્‍યાની ઘટના સામે આવી વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ અને રૂરલ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી તપાસ હાથ ધરાઇ હતી. વિરમગામ સોકલી ગામ નજીક નર્મદાની મુખ્‍ય કેનાલ મા રેલવે ટ્રેક પાસેથી ન્‍હાવા પડેલા પાંચ યુવાનો પૈકી બે યુવકો ડુબ્‍યા હતા ફાયર ટીમ દ્વારા શોઘખોળ હાથ ધરાઇ હતી. ઘટનાની જાણ થતાં ઘટનાસ્‍થળે લોકોના ટોળા એકઠા થયા હતા મોડી રાત્રે શોધખોળ હાથ ધરાયા બાદ વહેલી સવારે વિરમગામ તાલુકાના થોરી ગામ પાસે કેનાલમાંથી બન્ને યુવાનોના મૃતદેહો મળી આવ્‍યા હતા બન્ને યુવાનો વિરમગામ શહેરના નુરી સોસાયટી વિસ્‍તારના રહીશ હોવાનું જાણવા મળ્‍યું હતું. મૃતક યુવાન અયાન મુસ્‍તુફાભાઈ ઘાંચી તથા રેહાન ઈમ્‍તિયાઝભાઈ વેપારી બન્ને આશાસ્‍પદ યુવાનો રહે નુરી સોસાયટી વિસ્‍તારના હોવાનું જાણવા મળેલ છે. બન્ને યુવાનોના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે વિરમગામ શહેરની ગાંધી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતાં. અણધારી આફતમાં બાળકો ગુમાવનાર પરિવારજનોમા માતમ છવાઈ ગઈ હતો અને બન્ને યુવાનની અંતિમયાત્રા -દફનવિધિમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વિરમગામ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

(5:01 PM IST)