તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ભાવનગરમાં ભાજપનાં નિમુબેન બાંભણીયા ૪.૨૫ લાખની લીડથી વિજેતા થશે
ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપનો સતત નવમી વખત વિજય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૪: ભાવનગર લોકસભા બેઠક ઉપર સતત નવમી વખત ભાજપના ઉમેદવારના વિજય પતાકા લહેરાશે. ચાર લાખથી વધુ મતોની સરસાઈથી ભાજપના નિમુબેન વિજેતા બંને તેવી સંભાવના છે. જોકે ભાજપની પાંચ લાખની લીડ સુધી તેઓ પહોંચી શકશે નહીં.
ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી સવારે હાથ ધરાઇ હતી. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી શરૂ થઇ હતી આ મત ગણતરી માં ૧૫૦૦ કર્મચારીઓ ફરજ માં જોડાયા છે પ્રથમ પોસ્ટલ બેલેટ ની મત ગણતર શરૂ કરાઈ હતી.
ઈ.વી.એમ.ની મતગણતરી માટે વિધાનસભા બેઠકદીઠ ૧૪ ટેબલ ફાળવવામાં આવ્યાં છે. આમ, સાત વિધાનસભા બેઠકદીઠ કુલ સાત હોલમાં કુલ ૯૮ ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવી રહી છે. ભાવનગર લોકસભા બેઠકમાં ઈ.વી.એમ.ની કુલ ૧૪૪ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ ૩૭ ટેબલો પર બેલેટની મતગણતરી કરવામાં આવશે.
મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે ૧૫૦૦ જેટલા સિવિલ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સવારે પાંચ કલાકે ફરજ પર હાજર ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટાફને બંદોબસ્તની વિવિધ ફરજ સોંપવામાં આવી છે.
મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ભાવનગર લોકસભા બેઠક ઉપર સતત નવમી વખત ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે. આ લખાઈ રહી છે ત્યારે આજે બપોરે ૨:૦૦ વાગે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની જીત નિશ્ચિત બની છે. જ્યારે તેના હરીફ આપ ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા કાઉન્ટિંગ સેન્ટર છોડીને ચાલ્યા ગયા હતા. ભાજપના નિમુબેન સવા ચાર લાખની લીડ થી વિજેતા બને તેવી પૂરી સંભાવના છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
