તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
જામનગરમાં પૂનમબેન માડમ વિજેતા : ર.૩૩ લાખ મતથી આગળ
કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયાનો પરાજયઃ લોકોનું અભિવાદન ઝીલ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ વિજેતા થયા છે. અને ર.૩૩ લાખ મતથી તેઓ આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર જે. પી. મારવીયાનો પરાજય થયો છે. પૂનમબેન માડમે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.
જામનગર બાર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ જે શરૂઆતના એક રાઉન્ડમાં પાછળ હતા અને કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યા ૭૦૦૦ મતે આગળ હતા. ત્યારબાદ પુનમબેન માડમ બીજા રાઉન્ડના અંતે ૬૦૦૦ માટે આગળ રહ્યા અને આ લખાઈ રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૨૩૩,૦૦૦ માટે આગળ છે અને હવે થોડા ઘણા મત તો ગણવાના બાકી રહ્યા છે એટલે પુનમબેન માડમ જીતી ગયા છે પુનમબેન માડમે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ જીત મારા ભાજપના કાર્યકર્તાઓની છે અને જે જનતાએ મારા પર વિશ્વાસ મૂકયો છે અને મને જીતાડી છે તેમનો હું આભાર માનું છું જામનગરના સિનિયર પત્રકારોએ પણ આ સીટ ને રસાકસીમાં મૂકી હતી પરંતુ જામનગર અકીલાના સર્વે મુજબ તારીખ ૮ ના રોજ જાહેર કરી દીધું હતું કે બેન એક લાખ મતે જીતે છે અને અત્યારે બેન બે લાખ તેત્રીસ હજાર મત ઉપરથી આગળ છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
