તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
મોરબી-કચ્છ બેઠકમાં વિનોદ ચાવડાની હેટ્રીક : અઢી લાખ ઉપર મત
કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે હાર સ્વીકારી : ભાજપના વિજયના વધામણા

ભૂજ : તસ્વીરમાં વિજેતા ઉમેદવાર વિનોદ ચાવડા તથા પરાજીત ઉમેદવાર નિતેશ લાલણ સમર્થકો સાથે નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા, ભૂજ)
(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૪: મોરબી-કચ્છ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડાની ભવ્ય જીત થઇ છે આ સાથે વિનોદભાઇ ચાવડાએ વિજયની હેટ્રીક લગાવી છે અને અઢી લાખ ઉપર મત મળ્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે હાર સ્વીકારી લીધી છે. અને ભાજપના આગેવાનો, કાર્યકરોએ વિજયના વધામણા કર્યા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
આજે સવારના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી અને બપોરે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
