તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
અમરેલી બેઠક ઉપર ભાજપના સુતરીયાની મોટી જીત
ત્રણ લાખની લીડ મેળવતા ભરતભાઇ સામે કોંગ્રેસના જેનીબેન ઠુમરનો પરાજય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ :.. અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાની અહીં મોટી જીત થઇ છે. ત્રણ લાખની લીડ મેળવી લેતા કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની હારથઇ છે.
અમરેલી લોકસભા મત વિસ્તારમાં ૫૦.૦૭ ટકા મતદાન થયેલું જેમાં સૌથી વધુ ગારિયાધાર વિસ્તાર ૫૮.૨૨ તથા સૌથી ઓછુ ધારીમાં ૪૬.૦૮ ટકા મતદાન થયું હતું. ગણતરી પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે હાથ થયેલ કુલ આઠ ઉમેદવારો મેદાને હતાં. જેમાં ચૌહાણ રવજીભાઇ મુળાભાઇ બસપા અને કોંગ્રેસ આપ ગઠબંધનમાંથી જેનીબેન ઠુંમર, ભાજપમાંથી ભરતભાઈ મનુભાઈ સુતરીયા તથા અપક્ષ તરીકે પ્રિતેશભાઈ રાજેશભાઈ ચૌહાણ તથા બાવકુભાઈ અમરૂભાઈ વાળા, ભાવેશભાઇ જયંતિભાઇ રાંક, વિક્રમભાઈ વિશાભાઈ સાંખટ ગ્લોબલ રિપ્બલીકન પાર્ટી અને અપક્ષ માંથી પુંજાભાઇ બાવભાઇ દાફડા ચૂંટણી જંગમાં હતાં. લોકસભા ચૂંટણીમાં ધારી વિસ્તારમાં ૨૨૨૫૮૧ મતદારોમાંથી ૧૦૨૫૫૫ તથા અમરેલી વિસ્તારમાં ૨૮૧૮૬૯માંથી ૧૭૮૨૫૦ અને લાઠી વિસ્તારમાંથી ૨૨૬૧૯૬માંથી ૧૧૧૯૬૭તથા સાવરકુંડલાવિસ્તારમાંથી ૨૫૩૦૫૫માંથી ૧૧૮૮૦૭ અને રાજુલા વિસ્તારમાંથી ૨૭૬૫૧૭માંથી ૧૪૫૪૦૪ અને મહુવા વિસ્તારમાંથી ૨૪૫૮૪૨માંથી ૧૪૩૧૨૬ અને ગારિયાધાર વિસ્તારમાંથી ૨૨૬૭૫૦માંથી ૧૦૭૫૪૨ મતદારોએ મતદાન કર્યુ હતું. સમગ્ર બેઠકમાં કુલ ૧૦૩૨૮૧૦ મતદારોમાંથી ૮.૬૭.૬૩૧ મતદારોએ મતદાન કર્યુ હતું. મતગણતરી દરમ્યાન ટ્રાફિકને ધ્યાને રાખી રસ્તો ડાઇવર્ટ કરાયાં છે. અને ૪થી વધુએ ભેવા થવા પર ૨૦૦ મિટર ત્રિજીયામાં પ્રતિબંધ મુકાયો છે. મતગણતરી દરમિયાન મિડીયાને પણ અંદરથી ફોટોગ્રાફી, વિડીયો સુટિંગની મનાઈ રાખવામાં આવી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
