તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
માણાવદર વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪: જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણીનો વિજય થયો છે.
જયારે કોંગ્રેસના હરીભાઇ ગોવિંદભાઇ કણસાગરાનો પરાજય થયો છે. માણાવદર બેઠક ઉપર પ્રારંભથી જ ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી આગળ ચાલી રહયા હતા. અને અંતે મતગણતરી પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણીને વિજેતા જાહેર કરાયા હતા.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
