<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પેટાચૂંટણીમાં ૧.૧૭ લાખ મતે જીતની પ્રથમ ઘટના : અર્જુનભાઇએ વિક્રમ સર્જયો

વિશ્વનું ધ્‍યાન ખેંચાય તેવી રીતે પોરબંદરનો વિકાસ થશે : મોઢવાડિયા : મોઢવાડિયા - માંડવિયાને કુલ મતના ૯૦ ટકા મત મળ્‍યા

રાજકોટ તા. ૪ : પોરબંદર લોકસભાની બેઠક અને ધારાસભાની બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અનુક્રમે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાનો પ્રચંડ વિજય થયો છે. મોઢવાડિયા કોંગ્રેસના ધારાસભ્‍ય હતા. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં પ્રવેશ કરેલ તેથી ધારાસભાની પેટાચૂંટણી આવી હતી. આ પેટાચૂંટણીમાં ૧.૧૭ લાખ જેટલા મતથી વિજેતા થયા છે. રાજ્‍યમાં ધારાસભાની પેટાચૂંટણીમાં કોઇ ઉમેદવાર ૧.૧૭ લાખ મતની સરસાઇથી જીતે તેવી કદાચ આ પ્રથમ ઘટના છે. સંસદ અને ધારાસભાના ભાજપના ઉમેદવારની સરખામણીએ કોંગ્રેસના ઉમેદવારોને માંડ ૧૦ ટકા જેટલા મત મળ્‍યા છે.

પોરબંદરમાંથી વધુ એક વખત ધારાસભ્‍ય બનેલા અર્જુન મોઢવાડિયાએ જીત બાદ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, મને અને મનસુખભાઇને ઐતિહાસિક જીત મળી તેનો આનંદ છે. હવે પોરબંદરનો વિકાસ વિશ્વના નકશામાં દેખાય તેવો થશે. વિકાસ માટે જરૂરી મોદી ટચ મતદારોએ આપી દીધો છે. મતદારોનું અને કાર્યકરોનો તથા પાર્ટીનો આભાર માનું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભવિષ્‍યમાં મંત્રી મંડળમાં અર્જુનભાઇને તક મળે તેવી પ્રબળ શક્‍યતા છે.

(5:03 PM IST)