તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
કચ્છના લાકડીયા ગામ નજીક ઇકો ટ્રેલરમાં ધુસી જતા છ ના મોત

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છમાં વધેલી વાહનોની સંખ્યા ને કારણે અકસ્માતના બનાવો પણ વધ્યા છે ત્યારે ભચાઉ તા.ના લાકડીયા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૬ વ્યક્તિને મોતને ભેટી છે. સામખીયાળીથી જઈ રહેલા ટ્રેલર સાથે ઇકો કારની ટક્કર થતા કારમાં સવાર 6 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનુ જાણવા મળી રહ્યુ છે અકસ્માત એટલો ભંયકર હતો કે કારમાંથી લોકોને બહાર કાઢવામાં કલાકોનો સમય નિકળી ગયો હતો. હાલ લાકડીયા પોલીસે મૃન્દેહ બહાર કાઢવા સાથે ધાયલોને સારવાર માટે ખસેડી ટ્રાફીક રાબેતા મુજબ કરવા કાર્યવાહી શરૂ કરી છે. મૃતકોની ઓળખ સહિત અકસ્માત કઇ રીતે સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
