<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th June 2024

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર શખ્શ ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાંથી બાઈક ચોરીને અંજામ આપનાર શખ્સને પોલીસે ઝડપી લઈને ચોરીમાં ગયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન માળિયા બાજુથી સર્વિસ રોડ પર એક શંકાસ્પદ બાઈક નંબર પ્લેટ વગરનું પસાર થતા તેને અટકાવી કાગળો માંગતા નહિ હોવાનુ જણાવ્યું હતું જેથી પોલીસે પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઈક મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર્મથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપી મહેશ ઉર્ફે છોટુ દીપક દેલવાડીયા રહે લીલાપર રોડ મોરબી વાળાને ઝડપી લઈને બાઈક કીમત રૂ ૧૦ હજાર વાળું રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 AM IST)