<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંનજન હનુમાનજીદેવ દાદાને આંકડાના ફુલોનો દિવ્ય શણગાર

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનમા આયોજન

રાજકોટ તા.૮ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે પૂનમ અને  શનિવાર નિમિત્તે સવારે 5:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી  કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. 

હનુમાનજીદાદાને આંકડાના ફુલોનો  વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને આંકડાના ફુલોનો દિવ્ય શણગાર  કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો.

(9:23 AM IST)