<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ગોંડલ નદી પર ફોર લેન બ્રિજના બાંધકામના અડચણરૂપ મિલકતોનું ડીમોલેશનઃ પાંચ કરોડ કિંમતની બે હજાર મીટર જગ્‍યા ખુલ્લી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: ગોંડલનાં રાજાશાહી સમય નાં બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટ માં કરાયેલ પીઆઈએલનાં પગલે હાઇકોર્ટનાં નિર્દેશન મુજબ હરકત માં આવેલી રાજય સરકારે અદાજે ૧૯ કરોડનાં ખર્ચે ભોજરાજપરા થી કંટોલીયા રોડ વચ્‍ચે નદી પર નવા પુલ ની મંજુરી અપાઈ હોય નદીકાંઠા નજીક નાં દબાણો હટાવવા નગરપાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ હતું.અને અંદાજે બે હજાર મીટર જગ્‍યા ખુલી કરાઇ હતી.

નવનિર્મિત મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા નગરપાલિકા દ્વારા નદી કાંઠાના ૪૩ મકાન માલિકોને ૧૦ દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. નોટિસનો સાત દિવસ નો સમયગાળો પૂર્ણ થતાં આજથી મિલકતનું ડિમોલેશન હાથ ધરાયું છે.

પાલિકા તંત્ર દ્વારાᅠ ડીમોલેશનᅠ કરી આશરે બે હજાર મીટર અંદાજે ૫ કરોડની કિંમતની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે. મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ડીમોલેશનની કામગીરીમાં જોડાયા છે. ડીમોલેશન પ્રક્રિયામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

ડીમોલેશન માં ૨ JCB, એક ડમ્‍પર, ૨ ટ્રેકટર સહિત ના વાહનો ની મદદથી ડીમોલેશન હાથ ધરવામાં આવ્‍યું છે. સ્‍થળ પર શહેર મામલતદાર, નાયબ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે.વ્‍યાસ, સર્વેયર બીમલભાઈ જેઠવા, નગરપાલિકા એન્‍જીનીયર રોહિતભાઈ સોજીત્રા, સેનિટેશન ઇન્‍સ્‍પેક્‍ટર કેતનભાઇ મકવાણા, ચિરાગભાઈ શ્‍યારા, પ્રતીકભાઈ કોટેચા, નગરપાલિકા વિજળીશાખા, સહિતના આ ડીમોલેશનમાં રોકાયા હતા.

નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ કરી મકાનો બાંધી રહેતા ૪૨ જેટલા દબાણકારોને પાઠવવામાં આવેલી નોટિસમાં લખ્‍યું હતું કેᅠ ગુજરાત મ્‍યુનિ. એકટની કલમ - ૧૮૫ અન્‍વયે આ નોટીસ દ્વારા તાકીદ આપવામાં આવે છે કે તમોએ ગોંડલ શહેરમાં ભગવતપરા વિસ્‍તારમાં સરદાર બ્રિજની દક્ષીણ તરફે કંટોલીયા રોડની પヘમિ તરફે નદી કાંઠે ગેરકાયદેસર રીતે દબાણ કરી કાચા પાકા બાંધકામ કરી તેનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી રહયા છો. નામદાર ગુજરાત હાઈકોર્ટ પી.આઈ.એલ. નં.૫૩/૨૦૨૩ અન્‍વયે હૈયાત જુના બ્રિજના બદલે ભોજરાજપરા શેરી નં.૧૬ થી કંટોલીયા ચોક સુધી નદી ઉપર નવો બ્રિજ બનાવવાનો થાય છે. આ નદી કાંઠાની જગ્‍યા ઉપર તમોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરેલ હોય આવુ ગેરકાયદેસર બાંધકામ આ નોટીસ મળ્‍યે દિવસ ૧૦ માં સ્‍વેચ્‍છાએ દુર કરવા તેમજ તમારો કિંમતી માલ સામાન સ્‍થળ ઉપરથી દુર કરવા નોંધ લેશો. અન્‍યથા મુદત પુરી થયે કાયદાનુસાર તમારી સામે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે જેની ખર્ચ અને પરીણામ સહિતની જવાબદારી તમારી અંગત રહેશે જેની સ્‍પષ્ટ પણે નોંધ લેવા જણાવયુ હતુ.

તેમ છતા દબાણકારો દ્વારા દબાણ હઠાવાયું ના હોય તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયુ છે. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસનાં આગેવાન યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરનાં રાજાશાહી સમયનાં બન્ને પુલ જર્જરીત બન્‍યા હોય ભવિષ્‍યમાં મોરબીનાં ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્‍યક્‍ત કરી હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી.જેને પગલે હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અખત્‍યાર કરી રાજય સરકાર નો ઉધડો લેવાયો હતો.

(10:20 AM IST)