<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ભાવનગરના કોળીયાક દરિયામાં ૫ ડૂબ્‍યા

એક જ પરિવારના ૫ સભ્‍યો ન્‍હાવા ગયા બાદ ડૂબવા લાગતા સ્‍થાનિક તરવૈયાઓએ તમામને બચાવી લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮ : ભાવનગર નજીક કોળિયાકના દરિયામાં સ્‍નાન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્‍યો પાણીમાં ડૂબી જતાં તરવૈયાઓએ તમામ સભ્‍યોના જીવ બચાવી લીધા હતા. જયારે માતા-પુત્રીઓ પાણી પી જતાં તેમને સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવ અંગેની વિગતો એવી છે કે ભાવનગર શહેરના બોરતળાવ, મફતનગર વિસ્‍તારમાં રહેતા મુળ ધોલેરાના શેળા ગામના વતની ઈંદુબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫), તેમની બે પુત્રીઓ નીતાબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.૧૩), પાયલબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) સહિતના પરિવારજનોᅠ બેસતા મહિનાના દિવસે કોળિયાક સ્‍થિત નિષ્‍કલંક મહાદેવ ખાતે સમુદ્રસ્‍નાન કરવા માટે ગયા હતા. ત્‍યારે પાણીના વહેણમાં ડૂબવા લાગતા બચાવ.. બચાવ..ની બૂમો કરી હતી. જેની જાણ થતાં જ હાજર તરવૈયાઓ અને સેવાભાવીઓએ દરિયામાં છલાંગ મારી ડૂબી રહેલા ત્રણેય માતા-પુત્રી સહિત અન્‍ય બે લોકોને બચાવી લઈ કાંઠે લાવ્‍યા હતા. દરમિયાનમાં ઈંદુબેન, નીતાબેન અને પાયલબેન પાણી પી જતાં તેમને તાબડતોડ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા હતા. જયાં તેમની સ્‍થિતિ સ્‍થિર હોવાનું જાણવા મળેલ છે.

(10:58 AM IST)