News of Saturday, 8th June 2024
ધારીના જળજીવડીમાં ભરબપોરે સાત વર્ષની બાળા ગોપી પર દિપડાનો હુમલો
દેકારો થતાં વાડીમાં કામ કરી રહેલા માતા-પિતા દોડી આવતાં દિપડો ભાગી ગયોઃ બાળા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૮: ધારીના જળજીવડી ગામમાં વાડીમાં ધોળે દિવસે સાત વર્ષની બાળા પર દિપડાએ હુમલો કરી મોઢા માથા પર પંજા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.
જળજીવડી ગામમાં રહેતાં સુરેશભાઇ રાઠોડ અને તેના પરિવારજનો ગઇકાલે વાડીએ કામ કરી રહ્યા હતાં ત્યારે દિકરી ગોપી (ઉ.વ.૭) રમી રહી હતી. આ વખતે અચાનક દિપડો ધસી આવ્યો હતો અને ગોપી પર હુમલો કરી દીધો હતો. ગોપીએ બૂમાબૂમ કરી મુકતાં વાડીમાં કામ કરી રહેલા માતા-પિતા સહિતના લોકો દોડી આવતાં દિપડો બાળાને મુકીને ભાગી ગયો હતો.
ગોપીને લોહીલુહાણ હાલતમાં ધારી અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ધારી પોલીસને જાણ કરી હતી. ગોપી ત્રણ બહેન અને એક ભાઇમાં સોૈથી નાની છે. અગાઉ પણ વાડીમાં એક વખત દિપડો ઘુસી ગયાનું સુરેશભાઇએ જણાવ્યું હતું. (૧૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
