News of Saturday, 8th June 2024
સૌરાષ્ટ્ર - કચ્છમાં અસહય ઉકળાટ પવનનું જોર ઓછુ થયુ : બપોરના સમયે ધોમધખતો તાપ

રાજકોટ, તા.૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે અસહય ઉકળાટ યથાવત છે અને આખો દિવસ ધોમધખતો તાપ પડે છે.
પવનનું જોર ઓછુ થયુ છે. બપોરના સમયે ધોમધખતો તાપ પડતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ફરી ગરમી વધી છે. ભાવનગર શહેરમાં ૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હોવા છતાં મહત્તમ તાપમાન વધીને ૩૯.૯ ડિગ્રી નોંધાયું હતું. બફારાને કારણે બપોરના સમયે લોકો બપોરે તોબા પોકારી ગયા હતા.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૯.૯ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે આજનું લઘુત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૦ કિ.મી પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૮, મહત્તમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૮૦%, પવનની ગતી ૧૨.૮ કિ.મી. રહી હતી.(
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
