News of Saturday, 8th June 2024
મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર રેલ્વે તંત્ર દ્વારા ડીમોલીશન

મોરબીઃ પંથકમાં ઠેર ઠેર દબાણો જોવા મળી રહ્યા છે અને દબાણો હટાવવા અનેક રજૂઆત અને ફરિયાદો કરવામાં આવતી હોય છે ત્યારે હવે તંત્ર દ્વારા ડીમોલીશન શરુ કરવામાં આવ્યું છે ગઈકાલે સેવા સદનમાં દબાણો હટાવવામાં આવ્યા હતા તો આજે એલ ઈ કોલેજ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર કાચા પાકા બાંધકામ કરીને રેલ્વેની જગ્યા પર લાંબા સમયથી દબાણો કરી દેવામાં આવ્યા હોય અને આજે રેલ્વે તંત્રએ દબાણો હટાવવાનો નિર્ધાર કર્યો હોય આજે રેલ્વે તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું હતું એલ ઈ કોલેજ રોડ પર આવેલ રેલ્વેની જગ્યા પરના ૪૪ દબાણો દુર કરવામાં આવ્યા હતા રેલ્વેની જમીન પર ખડકી દેવાયેલ કાચા દબાણો અને કેબીનો હટાવવામાં આવી હતી.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
